અમેરિકાની ચુંટણીમાં ત્રણ ભારતીયોએ ડંકો વગાડ્યો, ટ્રંપની જીતમાં આપ્યું યોગદાન
શ્રી જય ચૌધરી નોર્થ કેરોલીના ના ૧૬ માં ડિસ્ટ્રીકટ ખાતે સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે, રિપબ્લીકન બિઝનેસમેન એરિક વિવર સામે ૬૫ ટકા મત થી વિજય પ્રાપ્ત કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App૨૫ વર્ષીય શ્રી નિરજ અંતાણી ઓહિયો ૪૨ ડિસ્ટ્રીકટમાંથી સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ તરીકે ચૂંટાઈ આવ્યા છે. શ્રી નિરજ અંતાણીએ ૬૩ ટકા મત સાથે મેરિસ હેન્ડિલીને ૩૭ ટકા વોટ સાથે હરાવ્યા છે. અને ફરીવાર તેઓ બે વર્ષ માટે કામગીરી બજાવશે. શ્રી નિરજ અંતાણીએ બેચલર્સ ઈન પોલીટીકલ સાઈન્સમાં ગ્રેજ્યુએટ ડિગ્રી ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી છે. તેમણે યૂનિવર્સિટી ઓફ ડેયટન સ્કુલ ઓફ લો માંથી ડોકટરેટની ડિગ્રી મેળવી છે. તેમણે આ પહેલા ૨૦૧૨માં કોમ્યુનિકેશન્સ ડાયરેકટર તરીકે ઓહિયો સ્ટેટ યુનિવર્સીટીમાં તથા ચેર પર્સન તરીકે રોમને ઓહિયોમાં સેવાઓ આપી છે. ફોર્બ્સ મેગેઝિન દ્વારા તેઓ ‘ટોપ ૩૦ અન્ડર ૩૦' ના લીસ્ટમાં લો અને પોલિટીક્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
૧૧ નવેં. એશ કાલરા સત્તાવાર રીતે ગ્યૂયાતની જગ્યાએ આવ્યા હતા. આ પહેલા તેઓ સીટી કાઉન્સીલર હતા તથા ત્યાર પહેલા સાનજોશ સીટીમાં અટોર્ની તરીકે સાન્તા કલારા કાઉન્ટી પબ્લીક ડિરેન્ડર્સ ઓફિસ ખાતે સેવા આપતા હતા. કાલરાએ સાન્તા બાર્બરા યૂનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી પ્રાત કરી છે. તથા જયોર્જ ટાઉન યૂનિવર્સીટીમાંથી લો ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
વોશિંગ્ટનઃ તાજેતરમાં જાહેર થયેલા અમેરિકન ચુંટણીઓના પરિણામો મુજબ ઈન્ડિયન અમેરિકન્સ એશ કાલરા, D- કેલિફોર્નિયામાંથી નિરજ અંતાણી, R- ઓહિયોમાંથી તથા જય ચૌધરીએ D- નોર્થ કેરોલિનામાંથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. એશ કાલરા એડેમોકેટ ગ્યુયેન, સાનજોશના મેયર અને સીટી કાઉન્સીલવુમન સામે સાન જોશમાં ૨૭ સ્ટેટ એસેમ્બલી ડિસ્ટ્રીકટ માટે ચુંટણી જીત્યા હતા. ધી ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ એશ કાલરા એ ૫૨.૪ ટકા મત સાથે ગ્યૂયાનને ૪૭.૬ ટકા મત સાથે હરાવ્યા હતા. કાલરા અંદાજે ૩,૮૦૦ વોટથી ગ્યૂયાન કરતા આગળ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -