પાકિસ્તાનમાં ચૂંટણી રેલીઓમાં બોમ્બ બ્લાસ્ટ, 115ના મોત, 200થી વધુ ઘાયલ
જણાવી દઈએ કે ભ્રષ્ટાચારના આરોપમાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને તેની પુત્રી મરિયમ નવાઝ શરીફ સાથે લાહોરના અલામા ઈકબાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. લાહોરથી હેલિકોપ્ટર દ્વારા તેને ઈસ્લામાબાદ લાવવામાં આવશે, ત્યાંથી તેમને રાવલપિંડી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવશે. પાકિસ્તાનમાં આ મહિનાની 25 તારીખે સ્થાનિક ચૂંટણી માટે મતદાન થશે.મરિયમ લાહોરની બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરાચી: પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેની પુત્રી મરિયમની ધરપકડ પહેલા પાકિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બે મોટા બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેનાથી પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. આ બન્ને વિસ્ફોટમાં અત્યાર સુધી 115 લોકોના મોત અને 200થી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર છે.
બપોરે થયેલા પ્રથમ બોમ્બ વિસ્ફોટમાં 4 લોકોના મોત નિપજ્યા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા. તેના બાદ થોડીવારમાં અવામી પાર્ટી (બીએપી)નાં ઉમેદવાર નવાબઝાદા સિરાજ રાયસૈનીની ચૂંટણી રેલી અવામી પાર્ટી (બીએપી)નાં ઉમેદવાર નવાબઝાદા સિરાજ રાયસૈનીની ચૂંટણી રેલી ચૂંટણી પ્રચાર દરમિયાન બલુચિસ્તાનમાં વિસ્ફોટ થયો હતો જેમાં ઉમેદવાર સહિત 111 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. હમણાં જ ગઠિત બલૂચિસ્તાન અવામી પાર્ટીનાં ઉમેદવાર સિરાજ રાયસૈની પૂર્વ બલૂચિસ્તાનનાં મુખ્યમંત્રી નવાબ અસલમ રાયસૈનીનાં નાનાં ભાઇ હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -