બહેરીનમાં હિંસા ફાટી નીકળતા 5ના મોત, 4000 ગુજરાતીઓના જીવ જોખમમાં
દેશના અનેક વિસ્તારોમાં લશ્કરની ટુકડીઓ ઉતારી દેવામાં આવી હતી અને કરફયુ લદાયો હતો. જેના કારણે ચરોતરના નાગરિકો સહિત અંદાજિત ચારેક હજાર ગુજરાતીઓના જીવ પડકે બંધાયા છે. હિંસક અથડામણોના કારણે ગુજરાતીઓની પરિસ્થિતિ કફોડી થઇ છે. તેઓ નિ:સહાય બની ઘરમાં પૂરાઇ રહેવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ હિંસક ઘટનાને પગલે બહીરનમાં વસતા 4000 જેટલા ગુજરાતીઓ ફસાઈ ગયા છે. તેમના જીવ જોખમમાં મુકાયા છે. ઇન્ટરનેટ બંધ કરી દેવાતા ગુજરાતી પરિવારોનો વતન સાથે સંપર્ક કપાઈ જતા ગુજરાતમાં તેમના સ્વજનોમાં ચિંતા ફરી વળી છે.
મનામાઃ ખાડી દેશના બહેરીનમાં શિયા ગામમાં ટોચના મૌલવીના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલ લોકો પર પોલીસ દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. સુન્ની શાસિત ખાડી દેશમાં અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. બહેરીનના ગૃહમંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયે ટ્વિટર પર એક મેસેજમાં કહ્યું કે, મનામાની રાજધાની પાસે દિરાજમાં પાંચ લોકો માર્યા ગયા છે.