બિકીની ગર્લ્સ સાથે આ અંદાજમાં જોવા મળ્યા 'ડોનાલ્ડ ટ્રમ્પ'
ન્યૂયોર્કઃ ટ્રમ્પ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેયર પર રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ બિકિની ગર્લ સાથે જોવા મળતાં જ સૌ કોઇ આશ્વર્યમાં મુકાઇ ગયા હતા. વાસ્તવમાં આ અસલી ટ્રમ્પ નહીં પણ ટ્રમ્પ જેવા દેખાતા ડુપ્લીકેટ ટ્રમ્પ છે. વાસ્તવમાં આ એક નાટક હતું જેને ફોટોગ્રાફર એલિસન જેક્સને તૈયાર કર્યુ હતું.
ડેઇલી મેલ સાથેની વાતચીતમાં એલિસને જણાવ્યુ કે ટ્રમ્પ જેવો દેખાતો વ્યક્તિ શોધવો તેમના માટે ડરામણા સપના જેવું હતું. આ માટે તેમણે લગભગ 300 લોકોનું ઓડિશન લીધુ હતું અને 20 હેર સ્ટાઇલ ચેન્જ કરી હતી. કેટલાય મહિનાઓની શોધ બાદ અમને આખરે આ કામ માટે યોગ્ય વ્યક્તિ મળી શક્યો હતો.
એલિસને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા દેખાતા વ્યક્તિને ટ્રમ્પ ટાવર, ટાઇમ્સ સ્ક્વેયર અને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ મોકલ્યા હતા. તેમની સાથે 12 છોકરીઓ બિકીનીમાં હતી. તેમના હાથમાં વિરોધ નોંધાવતા કેટલાક પોસ્ટર હતા. નોંધનીય છે કે ટ્રમ્પ પર અનેક મહિલાઓએ જાતીય શોષણ અને છેડતીનો આરોપ લગાવ્યો હતો. જેમાં એક પોર્ન સ્ટારનો પણ સમાવેશ થાય છે.