બિલ ગેટ્સે મોદીના કર્યા વખાણ, કહ્યું- જે કોઈ નેતાએ ન કર્યું તે મોદીએ કરી બતાવ્યું
2 ઓક્ટોબર 2019 મહાત્મા ગાંધીની 150મી જયંતી સુધી આ કામને પૂર્ણ કરવા માટે સરકાર પાસે એક મોટી યોજના છે. બિલે કહ્યું કે સફાઈની સમસ્યાનો હલ કરી દર વર્ષે હજારો જીવન બચાવી શકાય છે. અમે પણ ભારત સરકાર સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને કામ કરી રહ્યાં છીએ.
બ્લોગમાં બિલ ગેટ્સે લખ્યું કે, મેં થોડા સમય પહેલા જ ભારતની મુલાકાત કરી હતી, આ દરમિયાન મેં અદભૂત પહેલનો એક વીડિયો પણ બનાવ્યો. પીએમ મોદીના પ્રયાસોના સારા પરિણામ પણ સામે આવ્યા. 2014માં જ્યારે કેમ્પેઈન શરૂ થયું ત્યારે માત્ર 42 ટકા ભારતીયોને જ સફાઈ અવેલેબલ હતી જે આજે 63 ટકા લોકોને ફાયદો મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ સ્વચ્છતા પર ભાર મૂકવા અને ખુલ્લામાં શૌચ બંધ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલની માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે વખાણ કર્યા છે. તેમણે એક બ્લોગમાં લખ્યું કે, પીએ મોદીએ એક એવી સમસ્યા સામે પગલા લીધા જેના વિશે આપણે વિચારવાનું પણ પસંદ નથી કરાત. તેમણે બ્લોગમાં લખ્યું કે, અંદાજે ત્રણ વર્ષ પહેલા ભારતના પ્રધાનમંત્રીએ જન સ્વાસ્થ્યને લઈને એક એવી સાહસિટ ટિપ્પણી કરી, જે જે આપણે આજ સુધી કોઈ સંસદ સભ્યના મોઢે સાંભળી ન હતી. આજે તેની અસર જોવા મળી રહી છે.
બિલ ગેટ્સે 'ઈન્ડિયા ઈઝ વિનિંગ ઈટ્સ વોર ઓન હ્યુમન વેસ્ટ' ટાઈટલથી એક બ્લોગ લખ્યો છે. જેમાં તેણે મોદીની ઈન્ડિપેન્ડેન્સ ડેની સ્પીચનો ઉલ્લેખ કર્યો હતો. બિલે લખ્યું કે 'મોદીએ કહ્યું હતું કે આપણે 21મી સદીમાં જીવી રહ્યાં છીએ, શું આપણે ક્યારેય વિચાર્યું કે આપણી માતા-બહેનો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર છે, ગામમાં ગરીબ મહિલાઓ રાતના અંધારાની રાહ જોવે છે જેથી તેઓ શૌચ કરી શકે, શું આપણે તેમના માટે સૌચાલયોની વ્યવસ્થા નથી કરી શકતા?'
'સારી વાત તો એ છે કે મોદીએ જે કહ્યું તેના પર અમલ કર્યો. સ્પીચના બે મહિના બાદ જ તેઓએ ક્લીન ઈન્ડિયા કેમ્પેઈન લોન્ચ કર્યુ. જેમાં તેઓએ 75 લાખ શૌચાલય બનાવ્યા અને 2019 સુધીમાં ભારતમાં ખુલ્લામાં શૌચની પ્રથા બંધ થશે. આ કેમ્પેઈનથી એ તો નક્કી જ છે કે કોઈપણ વેસ્ટ ખુલ્લામાં નહીં ફેંકવામાં આવે.'