આખરે એવું તે શું થયું કે આ યુવતીએ પોતાના જ ચહેરા પર પીરિયડનું બ્લડ લગાવ્યું છે?
જોકે આ તદ્દન ખોટી વાત છે. પીરિયડ દરમિયાન શરીરમાંથી નીકળતો લોહી પણ શરીરના ઈજા થતા નીકળતા લોહી જેવું જ હોય છે. હકીકતમાં લોહી સાથે ગર્ભાશયમાંથી નીકળતું અન્ય પ્રવાહી પણ તેમાં હોવાના કારણે તેને દૂષિત માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આપણા દેશમાં ઘણી જગ્યાઓ પર મહિલાઓના પીરિયડ દરમિયાન તેમના ઘણા પ્રકારની રોક લગાવી દેવામાં આવે છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે પીરિયડ દરમિયાન યુવતી કે મહિલાઓને મંદિરમાં અથવા રસોડામાં જવા પર પ્રતિબંધ હોય છે. માનવામાં આવે છે કે પીરિયડ દરમિયાન મહિલાઓ અશુદ્ધ હોય છે.
જોકે તેની આ પોસ્ટની લોકો ખૂબ નિંદા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ માત્ર પબ્લિસિટી સ્ટંટ છે અને બીજું કંઈ નહીં. મામલો કઈ પણ હોય પરંતુ મેસેજ ખોટો નથી. આ જ યાજમિનાનું કહેવું છે, આ બ્લડ ખૂબ રચનાત્મક હોય છે. જો અમે બ્લીડ નહીં કરીએ તો આ સૃષ્ટિ નહીં ચાલે. આ અમારા માટે સમ્માનની વાત છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની એક સ્પિરિટ હીલર અને પૂર્વ હેરડ્રેસરની ફેસબુક પોસ્ટ હાલમાં ચર્ચામાં છે. 26 વર્ષની યાજમીના જેદે પીરિયડ્સને લઈને શરમને દૂર કરવા માટે એક અજીબોગરીબ પગલું ભર્યું છે. તેણે પીરિયડ્સનું લોઈ પોતાના ચહેરા પર લગાવ્યું, જેથી તેને કોઈ કલંક તરીકે ન જુએ. જોકે સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સે તેની આ પોસ્ટ માટે તેને માનસિક રીતે બીમાર ગણાવી છે.