ભારતના પ્રજાસત્તાક દિને દુબઈનું બુર્જ ખલીફા કેમ તિરંગાથી રંગાયું ? જાણો રસપ્રદ કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Jan 2017 10:46 AM (IST)
1
અંગ્રેજી અને અરબી ભાષામાં લખાયેલી ટ્વિટમાં લખ્યું હતું કે આજે રાત્રે અમે બુર્જ ખલિફા પર ભારતના રાષ્ટ્રીય ધ્વજની શાનદાર એલઇડી પ્રકાશથી ભારતનો ગણતંત્ર દિવસ મનાવીશું.
2
આ સન્માનમાં બુર્જ ખલિફાને તિરંગાના રંગથી રોશન કરવામાં આવી હતી. પ્રથમ વખત પરેડમાં સંયુક્ત આરબ અમીરાતના 144 જવાનો ભારતીય સૈન્ય સાથે પરેડનું નેતૃત્વ કરી રહ્યા છે. બુર્જ ખલિફાના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પર તિરંગાના રંગથી રોશન બુર્જ ખલિફાની તસવીર પોસ્ટ કરવામાં આવી હતી.
3
નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીના અવસર પર દુબઇમાં પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. દુબઇની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્જ ખલિફાને તિરંગાના રંગમાં રંગવામાં આવી હતી. યુએઇના રાજકુમાર શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન આ વખતે ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય મહેમાન છે.