આ છે ઈમરાનની ત્રીજી પત્નિ, ઈમરાને તેનો ચહેરો જોયા વિના જ કર્યાં હતાં લગ્ન, ઈમરાન વિશે શું કહ્યું ? જાણો વિગત
બુશરા માનેક ઇમરાન ખાનની ત્રીજી પત્ની છે. ઇમરાને પોતાની પ્રથમ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથ સાથે ડિવોર્સ લીધા બાદ અન્ય બ્રિટિશ રેહમ ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. જેમિમા અને ઇમરાનના નિકાહ નવ વર્ષ ટક્યા હતા. જ્યારે રેહમ ફક્ત 10 મહિનામાં ઇમરાનથી અલગ પડી ગઇ હતી. નોંધનીય છે કે પીટીઆઇએ સામાન્ય ચૂંટણીમાં 269 બેઠકોમાંથી 119 બેઠકો પર જીત હાંસલ કરી હતી.
બુશરા બીબીએ સામાન્ય ચૂંટણીમાં પીટીઆઇના જીત પર ખુશી વ્યક્ત કરી હતી અને સંદેશમાં કહ્યું હતું કે, અલ્લાહે એક એવા વ્યક્તિને દેશનો નેતા બનાવ્યો છે જે લોકોના અધિકારોનું ધ્યાન રાખે છે. તેણે વિધવાઓ, ગરીબો અને અનાથોને અભિનંદન આપતા કહ્યું કે, ઇમરાન ખાન પાકિસ્તાનના તમામ નાગરિકોના જીવનની રક્ષા કરશે.
ઇમરાન ખાને કહ્યું કે, તેની પત્ની હંમેશા બુરખામાં રહેતી હોવાના કારણે તેણે લગ્ન અગાઉ તેનો ચહેરો જોઇ શક્યો નહોતો. પોતાના પતિના ચૂંટણીમાં ભવ્ય વિજય પર ઇમરાનની પત્ની બુશરા માનેકે શુભકામના પાઠવી હતી. બુશરાએ કહ્યું કે, પાકિસ્તાનની પ્રજાએ એવા નેતાને પસંદ કર્યો છે જે સામાન્ય લોકોના ભલા માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
લાહોરઃ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાનનું વડાપ્રધાન બનવાનું લગભગ નક્કી છે. પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં બુશરા માનેક નામની સૂફી ધર્મગુરુ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. ઇમરાન ખાનના કહેવા પ્રમાણે, તેણે લગ્ન અગાઉ ત્રીજી પત્નીનો ચહેરો જોયો નહોતો. ઇમરાનના મતે બુશરાને જોયા વિના જ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.