કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગથી મચી હાહાકાર, અત્યાર સુધી 74ના મોત, 1,000થી વધુ ગુમ
ઉલ્લેખનીય છે કે, કેલિફોર્નિયા પ્રાંતના જંગલોમાં લાગેલી ભીષણ આગ હવે આસપાસના શહેરોને પોતાની ઝપેટમાં લેઈ રહી છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા માટે મથી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App8 નવેમ્બરે લાગેલી ભીષણને કાબુમાં લેવા માટે ત્રણ હજાર જેટલા ફાયર બ્રિગેડ લગાવવામાં આવ્યા છે. શુક્રવાર સુધી 67 ટકા આગ પર કાબુ મેળવી લીધો છે. મોટાપાયે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
કેમ્પ ફાયરથી 9700 ઘરો અને 146,000 એકર જમીન બળીને ખાખ થઈ ગઈ છે. ભીષણ આગના ઘુમાડાના કારણે સેન ફ્રાન્સિસ્કો અંતરરાષ્ટ્રીય હવાઈમથકથી લગભગ 200 ફ્લાઈટ મોડી થઈ હતી.
સેન ફ્રાન્સિસ્કો: અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગમાં મૃતકોની સંખ્યા 74 થઈ ગઈ છે. જ્યારે 1000થી વધુ લોકો લાપતા છે. સીએનએન પ્રમાણે, બટ કાઉન્ટીના શેરિફ અને કોરોનર કોરી હોનિયાએ શુક્રવારે સાંજે જણાવ્યું કે જંગલોમાં લાગેલી આગથી 1,011 લોકો ગુમ છે. કેલિફોર્નિયાના ઇતિહાસમાં આ સૌથી ભીષણ આગની દુર્ઘટના માનવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -