અંતરિક્ષમાં ચીનની મોટી છલાંગ, ચંદ્રના જે ભાગને કોઇએ નથી જોયો ત્યાં ચીને ઉતાર્યુ સ્પેસક્રાફ્ટ
આ પહેલા 2013માં ચીનનું ચાંગ 3 1976 બાદ ચંદ્ર પર ઉતરવા વાળુ પહેલુ સ્પેસક્રાફ્ટ બન્યુ હતું. હવે ચાંગ 4ને ચીને ચંદ્રના અનદેખ્યા ભાગ પર પહોંચાડ્યુ છે. આની મદદથી ત્યાં તેની ધરતી, ખનિજ વિશે માહિતી મેળવવામાં આવશે. ચીને ચાંગ 4 ને ગયા મહિને 8 ડિસેમ્બરે લૉન્ચ કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ભારત ટુંકસમયમાં જ પોતાના બીજા મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન 2ને લૉન્ચ કરી શકે છે. જેના પર દુનિયાની નજર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કારણે જ ચંદ્રનો બીજો ભાગ ક્યારેય પૃથ્વીની સામે નથી આવી શકતો. ચીન છેલ્લા ઘણા સમયથી આ મિશનમાં લાગ્યુ હતુ, હવે તેમને આ મિશન પુરા થયુ છે.
ઉલ્લેખનીય છે કે, પૃથ્વી પરથી ચંદ્રનો માત્ર એકજ ભાગ દેખાય છે. આનું કારણ એ છે કે જ્યારે ચંદ્ર ધરતીનુ ચક્કર લગાવી રહ્યો હોય છે, તે સમયે તે પોતાની ધરી પર પણ ફરી રહ્યો હોય છે.
ચીનની સમાચાર એજન્સી સિન્હુઆએ આ વાતની સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને જાહેરાત કરીને બતાવ્યુ કે એક લેન્ડર અને એક રૉવર વાળુ અંતરિક્ષ યાન સવારે 10.26 વાગે (બેઇજિંગ સમયાનુસાર) 177.6 ડિગ્રી પૂર્વ દેશાંતર અને 45.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશમાં ચંદ્રથી અનદેખ્યા ભાગમાં ઉતર્યુ છે. આ ચંદ્રને એ ભાગ છે જે પૃથ્વી પરથી ક્યારેય નથી જોઇ શકાતો.
બેઇજિંગઃ અંતરિક્ષના વિસ્તારમાં દુનિયાભરમાં સતત નવા-નવા કીર્તિમાન રચાઇ રહ્યાં છે. ચીને ગુરુવારે એ કરી બતાવ્યુ જે દુનિયામાં કોઇપણ દેશ નથી કરી શક્યો. ચંદ્રનો તે ભાગ જે પૃથ્વી પરથી ક્યારેય દેખાતો જ નથી, તે ભાગ પર ચીને પોતાનું સ્પેસક્રાફ્ટ ચાંગ-4 ઉતારી દીધુ. અંતરિક્ષના વિસ્તારમાં આ પગલાને મોટી ક્રાંતિ માનવામાં આવી રહી છે. ચંદ્રના આ ભાગને ડાર્ક સાઇડ કહેવામાં આવે છે, જે પૃથ્વી પરથી નથી જોઇ શકાતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -