ચાઈનાનું સ્પેસ સ્ટેશન થયું બેકાબું, 24 માર્ચ બાદ પૃથ્વી સાથે ટકરાશે
નવી દિલ્લી: ચાઈનાનું સ્પેસ સ્ટેશન Tiangong-1 બેકાબું થયું છે. તે થોડાક અઠવાડિયા બાદ પૃથ્વી સાથે ટકરાશે તેવા અહેવાલ સામે આવ્યા છે. 8.5 ટન કિલો વજનવાળું સ્પેસ લેબ પૃથ્વીના કોઈ પણ ખૂણામાં પટકાઈ શકે છે. આ સ્પેસ સ્ટેશન ખતરનાક પરમાણુથી સજ્જ છે. જે ઘાતક સાબિત થઈ શકે છે. મોનિટરિંગ એજન્સીઓ અનુસાર આ સ્પેસ 24 માર્ચથી 19 અપ્રિલ વચ્ચે પૃથ્વી પર પટકાશે. જેની લંબાઈ 10.4 મીટર અને પહોળાઈ 3.35 મીટર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરોસ્પેસ કોર્પોરેશન પ્રમાણે Tiangong-1 પૃથ્વી પર એપ્રિલના પ્રથમ અઠવાડિયા રી એન્ટર કરશે. યુરોપિયન સ્પેશ એજન્સી અનુસાર 24 માર્ચથી 19 એપ્રિલ વચ્ચે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ સ્પેસને 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને 2016માં ચાઈનાએ માન્યું હતું કે Tiangong-1 અનકંટ્રોલ્ડ થઈ ગયું છે. જેની નોર્મલ રીતે પૃથ્વી પર પ્રવેશ નહીં થાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -