ઢાકામાં લોહીથી લાલ થઈ ગયા રસ્તા, વાયરલ થઈ રહ્યા આ PHOTOSનું શું છે સત્ય
સોશિયલ મિડાય પર ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે.
લોકોનું કહેવું છે કે, વરસાદને કારણે કુરબાની માટે જે જગ્યાની પસંદગી કરવામાં આવી હતી તેનો ઉપયોગ કર્યો ન હતો.
લોકોએ ઘરના ગેરેજ અને ગલીમાં જ જાનવરોની કુરબાની આપી.
જાનવરોની કુરબાની માટે ઢાકામાં બે જગ્યાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ લોકોએ તેનો ઉપયોગ ન કર્યો.
કોર્પોરેશને તહેવાર દરમિયાન પણ તેના પર બિલકુલ ધ્યાન ન આપ્યું.
લોકોનું કહેવું છે કે ઢાકાના કોર્પોરેશને ડ્રેનજ સિસ્ટમ બનાવવામાં નિષ્ફળ રહી છે.
બાંગ્લાદેશમાં બકરી ઈદના અવસર પર શહેરના રસ્તા પર લોહીની નદીઓ વહેવા લાગી. સોશિયલ મિડાય પર ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં રસ્તા પર લોહીથી લાલ જોવા મળી રહ્યા છે. મોટાભાગની તસવીર રાજધાની ઢાકાના રસ્તાની છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં મંગળવારે જોરદાર વરસાદ થયો અને ડ્રેનેજ સિસ્મટ ખરાબ હોવાને કારણે જાનવરોની કુરબાની આપવામાં આવેલ તેનું લોહી પાણીમાં ભળી ગયું હતું.