ઇન્ટરવ્યૂ દરમિયાન મુસ્લિમ યુવતીએ હાથ મિલાવવાની પાડી ના, કંપનીએ ના આપી નોકરી, જાણો છોકરીએ શું કર્યું?
કંપનીના અધિકારીઓનું કહેવુ હતું કે, તેમને ત્યાં મહિલા અને પુરુષ કર્મચારીઓ સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. આનામાં મહિલા કોઇ પુરુષ કર્મચારી સાથે હાથ મિલાવવાનો ઇનકાર નથી કરી શકતી. આના પર કોર્ટે કહ્યું કે મહિલાઓ અને પુરુષોમાં બરાબરી માટે કંપની માત્ર હાથ મિલાવવો જરૂરી માને છે. યુવતીએ પોતાના ધર્મ અનુસાર હાથ મિલાવવાની ના પાડી દીધી હતી. યુરોપનો માનવાધિકાર કાયદો દરેક નાગરિકની ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીએ ફરિયાદ કરતાં કહ્યું કે, ધાર્મિક ભાવનાઓ સાથે રમત સહન નથી કરી શકાતી, ઉપાસલા કાઉન્ટી (સ્ટોકહૉમ) નિવાસી ફરાહ (24)એ કહ્યું કે તેમને અલ્પસંખ્યક સમુદાય હોવા છતાં હાર નથી માની. તે કોઇને દુઃખ પહોંચાડવા નથી માગતી પણ પોતાની ધાર્મિક ભાવનાઓ સાથે રમત સહન નથી કરી શકતી. સ્વીડનમાં તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ફરાહના મામલે એમ્પ્લૉયરે જાણી જોઇને ખરાબ વર્તન કર્યું હતું. દેશમા કોઇની પણ સાથે ધાર્મિક સ્વતંત્રતા સાથે રમત નથી કરી શકાતી.
જોકે યુરોપના કેટલાક દેશોમાં હાથ મિલાવવાની પરંપરા છે, પણ કેટલીક મુસ્લિમ મહિલાઓ પુરુષો સાથે હાથ મિલાવવાનુ પસંદ નથી કરતી. આ કારણે કેટલીક કંપનીઓ અને સાર્વજનિક જગ્યાઓમાં ભેદભાવ વિરોધી નિયમો બનાવવામાં આવ્યા છે.
સ્વીડનઃ સ્વીડનમાં એક કંપનીમાં મુસ્લિમ યુવતી સાથે વિચિત્ર બનાવ બન્યો છે. ઇન્ટરવ્યૂ દરમિયાન ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ મુસ્લિમ યુવતીને જબરદસ્તીથી હાથ મિલાવવાની કોશિશ કરી, તો યુવતીએ ના પાડી દીધી હતી. જેના કારણે કંપનીએ યુવતીને નોકરી આપવાની ના પાડી દીધી હતી. આ મામલે યુવતીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને કોર્ટે ત્રણ લાખ રૂપિયાનો કંપનીને દંડ ફટકાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -