5 લેયરનો ફ્લાયઓવર, જમીનથી 37 મીટર ઉપર, ડ્રાઈવર પણ ગૂંચવાય જાય
ચોગકિંગઃ પાંચ લેયરની સંરચના, જેમાં કાર બધી જ દિશામાંથી આવતી જોઈ શકાય છે. આ હાઈવે ઇન્ટરચેન્જમાં અનેક વખત મોટરચાલકોના આંસૂ નીકળી જાય છે, કારણ કે તે ખુદને કોંક્રીટ નિર્મિત એક ભૂલ-ભૂલામણીમાં હોવાનો અનુભવ કરે છે. દક્ષિણ પૂર્વ ચીનના વિશાળ મહાનગર ચોગકિંગના બહારના વિસ્તારમાં હુગાઁગજુઆન ઇન્ટરચેન્જ ફ્લાયઓવરનું કામ આઠ વર્ષ બાદ વિતેલા સપ્તાહે પૂરું થયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનોખા ઓવરપાસ પર કેટલાંક નેવિગેશનને પણ ટ્રાય કરવામાં આવ્યા છે. જેમાં કેટલાંક સફળ થયા છે તો કેટલાંક ફેલ પણ થયા છે. જે સિસ્ટમ ફેલ થઇ છે તેમાં કંપનીએ જરૂરી બદલાવ કરવાનો રહેશે.
ચીનના પીપલ્સ ડેઇલી ઓનલાઇનના અહેવાલ અનુસાર, વિસ્તારના ઘણા લોકોએ આ રસ્તાને કારણે ખોટી જગ્યાએ પહોંચી જવાશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. જો કે, પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ પત્રકારોને જણાવ્યું હતું કે, ભલે અહીં 20 ટ્રેક હોય પરંતુ દરેક જગ્યાએ યોગ્ય સાઇન લગાવેલી છે, જેથી યૂઝર્સ ખોવાશે નહીં.
પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યક્તિએ કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ ભૂલથી ખોટા રસ્તે આગળ જશે તો લગભગ એકાદ કિલોમીટર અથવા 500થી 600 મીટરમાં જ તેને ફરીથી સાચા રસ્તે જવા માટેનો બીજો રસ્તો મળી જશે.
રસ્તો ભલે તૈયાર થઇ ગયો છે, પરંતુ એક વર્ષ સુધી લોકો તેનો ઉપયોગ નહીં કરી શકે. કારણ કે, કોન્ટ્રાક્ટર્સ હજુ એકપોર્ટ એક્સપ્રેસ વે પર કામ કરી રહ્યા છે.
આ ઓવરપાસ પાંચ લેયરવાળો, 20 અલગ-અલગ ટ્રેક તથા આઠ દિશામાં પથરાયેલો છે. ગત 31 મેના રોજ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થયો હતો. રસ્તાની ડિઝાઇન અત્યંત કોમ્પ્લેક્સ છે. ચીનના કેટલાંક લોકોએ ભય વ્યક્ત કર્યો છે કે, આ રસ્તો એક ભૂલભૂલામણી જેવો છે.
એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, રસ્તો ખૂબ જ કોમ્પ્લિકેટેડ દેખાય છે. લાગે છે અહીં ડ્રાઇવ કરતી વખતે સતત આંખો સાઇન બોર્ડ પર જ રાખવી પડશે. ઓવરપાસ પાંચ લેયરવાળો, 20 અલગ-અલગ ટ્રેક ધરાવતો તથા આઠ દિશામાં પથરાયેલો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -