લોકો પ્રાર્થના કરી રહ્યાં હતા ત્યારે જ અજાણ્યા શખ્સે કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, 11 લોકોના મોત, 6થી વધુ ઘાયલ
માહિતી પ્રમાણે અમેરિકાના પિટર્સબર્ગમાં આવેલા યહૂદીઓના ધર્મસ્થળ પર લોકો પ્રાર્થના કરી રહ્યાં હતાં, તે દરમિયાન અજાણ્યા બંદૂકધારીએ અંદર ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. બંદૂકધારીએ ફાયરિંગ પહેલા બૂમો પાડીને કહ્યું હતું કે, યહૂદીઓએ મરી જવું જોઇએ. આ હુમલો પિટર્સબર્ગમાં આવેલા સ્કિલવરેલ હિલ સ્થિત ટ્રી ઓફ લાઇફ સિનગૉગમાં થયો હતો.
જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરતાં હુમલાખોર રોબર્ટ બોવર્સ (46)એ આત્મસમર્પણ કરી દીધુ, તેને ઘાયલ અવસ્થામાં હૉસ્પીટલમાં સારવાર અર્થે મોકાલવામાં આવ્યો. અહીં પોલીસ તેની પુછપરછ કરી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બૂંદકધારી હુમલાખોર ઉપર કડક કાર્યવાહી કરવાની વાત કહી, જ્યારે ત્યાંના એટર્ની જનરલે આને હેટ ક્રાઇમ અંતર્ગત કેસ નોંધ્યો હતો.
પિટર્સબર્ગઃ અમેરિકાના પિટર્સબર્ગમાં એક બંદૂકધારીએ યહૂદીઓના પ્રાર્થના સ્થળને નિશાન બનાવ્યું, જેમાં 11 લોકોના મોત થઇ ગયા અને 6થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે. ફાયરિંગમાં ત્રણ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.