પાલતું કૂતરાને બચાવવા રાષ્ટ્રપતિની પત્ની કૂદી પડી તળાવમાં, જાણો પછી શું થયું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાલુ વર્ષે રિયો કાર્નિવલ દરમિયાન ખૂબ ચર્ચામાં રહેલી મજાકમાં મિશેલ ટેમરની તુલના લોહી પીતા પિશાચો સાથે કરવામાં આવી હતી.
બ્રાઝિલના મીડિયા તથા ટ્વિટર પર ફર્સ્ટ લેડીની બહાદુરીની મજાક ઉડાવવામાં આવી રહી છે. જેના કારણે સોમવારે સાંજ સુધી તે સૌથી ટોપ ટ્રેન્ડમાં રહ્યો હતો.
આખરે તેને બચાવવા માટે માર્સેલા તળવામાં કૂદી પડી. આ ઘટના 22 એપ્રિલની છે, પરંતુ હમણાં જાહેર થઈ છે.
34 વર્ષીય પૂર્વ બ્યૂટી ક્વીન માર્સેલા ટેમરનો જેક રસેલ ટેરિયર જાતનો કૂતરો ‘પિકોલી’ બતકોની પાછળ દોડતી વખતે તળાવામાં પડી ગયો હતો. તેણે બહાર નીકળવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ સફળ ન થયો.
રિયો ડી જાનેરોઃ બ્રાઝિલની પ્રથમ મહિલા એટલે રાષ્ટ્રપતિ મિશેલ ટેમરની પત્ની માર્સેલા ટેમર તેના પાલતુ કૂતરાને બચાવવા રાષ્ટ્રપતિ ભવનમાં જ બનાવેલા તળાવમાં પૂરા કપડાં સાથે કૂદી પડી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેના પતિની આ કારણે ઘણી મજાક ઉડાવવામાં આવી રહી છે.
ઉંમરમાં પત્નીથી 40 વર્ષ મોટા મિશેલ ટેમલ ભ્રષ્ટાચારના અનેક મામલાનો સામનો કરી રહ્યા છે. જેને લઇ એક ટ્વિટર યુઝરે લખ્યું, માર્સલાના કૂતરાએ આત્મહત્યા કરવાની કોશિશ કરી. તે મિશેલ ટેમર સાથે ન રહી શક્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -