PICS: આ નેઈલ પોલીશની સામે BMW પણ છે સસ્તી, કિંંમત જાણીને રહી જશો દંગ
નવી દિલ્લી: આજ સુધી તમે સૌથી મોંઘી નેઈલ પોલિશ કેટલી કિંમત સુધીની જોઈ છે. કદાચ તમે કહેશો 5 હજાર, 10 હજાર કે પછી એક લાખ. પણ આનાથી પણ વધારે મોંઘી નેઈલ પોલીશ છે. અહીં એવી નેઈલ પોલીશની વાત છે જેની કિંમત હજારો-લાખો નહિ પણ કરોડથી પણ વધારે છે. જાણો વિશ્વની પાંચ સૌથી મોંઘી નેઈલ પોલીશ કઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલે કોસ્મેટિક્સની ‘ I Do’ નેઈલ પોલીશની કિંમત $55000 છે. આ નેઈલ પોલીશ વિદેશી બજારોમાં ઘણી લોકપ્રિય છે.
મોઁઘી નેઈલ પોલીશમાં બીજા નંબરે ગોલ્ડ રશ કોચર છે. જેની કિંમત $130,000 છે. આ નેઈલ પોલીશમાં સોના અને હિરાના અંશ છે. આ નેઈલ પેઈંટ પૂરો થઈ ગયા બાદ તેની બોટલને પણ તમે સંભાળી શકો છો, કેમકે તેની ખાલી બોટલની કિંમત પણ ઘણી વધારે છે.
એઝચર નામની બ્રાંડની નેઈલ પોલીશની કિંમત જાણી તમે દંગ રહી જશો. આ નેઈલ પોલીશ લગભગ 1 કરોડ 67 લાખ એટલે કે $250,000 છે. આ નેઈલ પોલીશની ખાસિયત એ છે કે તેમાં 267 કેરટેના બ્લેક ડાયમંડ છે. આ નેઈલ પોલીશને માત્ર 25 લોકો જ ખરીદી શક્યા છે. અને 576 લોકોએ ખરીદવા માટે રજિસ્ટર કર્યુ છે. હજી સુધી મેગન ફોક્સ, કેલી ક્લાર્કસન અને લિવ ટાયલર જેવી હોલિવુડ અભિનેત્રીઓ આ નેઈલ પોલીશ લેવામાં સફળ થઈ છે.
રેડ કાર્પેટ નેઈલ પોલીશની કિંમત $ 1000 છે.
Iced Manicure નેઈલ પોલીશ પણ આ રેંજમાં સ્થાન પામે છે. તેની કિંમત $ 51,000 છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -