✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

US: પતિ અને પુત્ર બંનેને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જોનારા બાર્બરા બુશનું 92 વર્ષની વયે નિધન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Apr 2018 09:38 AM (IST)
US: પતિ અને પુત્ર બંનેને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જોનારા બાર્બરા બુશનું 92 વર્ષની વયે નિધન
1

અલ્પસંખ્યક નેતા નૈંસી પેલોસીએ ટ્વિટ કર્યું કે બુશ તેના મિત્રો અને પરિવાર માટે પ્રેરણાસ્ત્રોત છે. વિશ્વાસ, ઉત્સાહ અને પ્રેમ સાથે કેવી રીતે જીવાય તે તેમણે અમને શીખવ્યું છે. અમેરિકન રાજદૂક નિક્કી હેલીએ પણ ટ્વિટર પર તેના માટે પ્રાર્થના કરી છે.

2

પ્રવક્તા જિમ મેકગ્રાથે જણાવ્યું કે, 92 વર્ષની બાર્બરાની દેખરેખ હ્યૂસ્ટનમાં તેના ઘરે થઈ રહી હતી. તેણે હોસ્પિટલમાં ન જવાનો નિર્ધાર કરી લીધો હતો. છેલ્લા થોડાં દિવસોથી તેને ઓક્સિજન આપવામાં આવતો હતો.

3

બુશના પરિવારે 15 એપ્રિલે નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા બાર્બરા બુશની તબિયત નાજુક છે અને તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કરી દીધો છે. તે તેનો સમય કમ્ફર્ટ કેરમાં ગાળશે.

4

ન્યુયોર્કમાં 8 જૂન, 1925ના રોજ એક મેગેઝિન પબ્લીશરના ઘરે તેમનો જન્મ થયો હતો. સ્કૂલમાં 16 વર્ષની વયે જ જ્યોર્જ એચ ડબલ્યૂ બુશ સાથે તેમની મિત્રતા થઈ હતી અને 1943માં બંનેએ સગાઈ કરી લીધી હતી. ત્યારબાદ થોડા જ સમયમાં જ્યોર્જ એચ ડબલ્યૂ બુશ નેવીમાં પાઇલટ તરીકે જોડાયા હતા. 1945માં બંનેએ લગ્ન કર્યાં અને બાર્બરાએ ઘરની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી.

5

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રથમ હિલા બાર્બરા બુશનું મંગળવારે 92 વર્ષની વયે નિધન થયું છે. પતિ અને પુત્ર બંનેને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જોનારા તેઓ એકમાત્ર અમેરિકન મહિલા હતા. બાર્બરા બુશ અમેરિકાના 41મા રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબલ્યૂ બુશના પત્ની અને 43મા રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશની માતા હતા.

  • હોમ
  • દુનિયા
  • US: પતિ અને પુત્ર બંનેને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જોનારા બાર્બરા બુશનું 92 વર્ષની વયે નિધન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.