✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્વીડનના PMએ મોદીનું સ્વાગત માત્ર હિન્દીમાં બોલીને નહીં લખીને પણ કર્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Apr 2018 05:14 PM (IST)
1

આ મુલાકાતમાં સૌથી ખાસ વાત આ હતી કે સ્વીડિશના પ્રધાનમંત્રીએ પીએમ મોદીનું સ્વાગતમાં પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર તેનું સ્વાગત હિંદી લખીને કર્યું છે. સ્વીડિશ પ્રધાનમંત્રીએ લખ્યું કે, ‘મારા પ્રિય મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વીડનમાં હાર્દિક સ્વાગત કરું છું. મને વિશ્વાસ છે કે આ ઐતિહાસિક યાત્રા મારા મુંબઈ પ્રવાસ બાદ રહી છે, આ યાદગાર રહેશે અને અમારા સંબંધને વધુ મજબૂત બનાવશે. તેમણે પોતાના ટ્વીટમાં સ્વાગતમ પણ લખ્યું છે. ’

2

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડનના પ્રવાસે છે. પીએમ મોદી સોમવારે મોડી રાતે સ્વીડન પહોંચ્યા હતા. જ્યાં સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટેફન લોફવેન પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીનો આ ઔતિહાસિક પ્રવાસ છે. 30 વર્ષ કોઈ ભારતીય વડાપ્રધાન સ્વીડનના પ્રવાસ પર છે. સ્વીડન પહોંચ્યા બાદ પીએમ મોદી ભારતીયોને પણ મળ્યા હતા.

3

મોદી લોફવેન અને ચાર અન્ય નાર્ડિક દેશો(ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ તથા નોર્વે)ના નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.

4

જણાવી દઈએ કે પીએમ મોદી 52 દેશોના પ્રતિનિધિઓમાંથી એકમાત્ર રાષ્ટ્ર પ્રમુખ છે, જેને દ્વિપક્ષીય વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

5

સ્વીડન બાદ પીએમ મોદી લંડન માટે રવાના થશે. જ્યાં તેઓ ગુરુવારથી શરુ થઈ રહેરલા કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભાગ લેશે. ત્યાં અધિકારીઓ પ્રમાણએ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મોદી અને ટેરિઝામાં પરસ્પર હિત, સરહદ પર આતંકવાદ, વીઝા અને પ્રવાસીઓના મુદ્દા પર ચર્ચા કરશે તેના બાદ બન્ને નેતા લંડનના સાયંસ મ્યૂઝિયન જશે.

  • હોમ
  • દુનિયા
  • સ્વીડનના PMએ મોદીનું સ્વાગત માત્ર હિન્દીમાં બોલીને નહીં લખીને પણ કર્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.