G-20માં PM મોદી બોલ્યા- જાપાન-અમેરિકા-ભારત એટલે 'જય'
આ બેઠક એવા સમયમાં થઇ જ્યારે ચીન દક્ષિણ ચીન સાગરમાં ક્ષેત્રીય વિવાદ અને પૂર્વ ચીન સાગરમાં જાપાનની સાથે વિવાદમાં ફસાયું છે. આ બંને ક્ષેત્ર ખનીજ, તેલ અને અન્ય પ્રાકૃતિક સંસાધનોથી સંપન્ન છે. ચીન આખા દક્ષિણ ચીન સાગર પર પોતાનો હક જમાવે છે અને દાવો કરે છે જ્યારે વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઇ, અને તાઇવાન આ જળમાર્ગો પર પોતાનો દાવો કરે છે. તેમાં એ સમુદ્રી માર્ગ પણ સામેલ છે જેમાં થઇ દર વર્ષે અંદાજે 3000 અબજ ડોલરના વૈશ્વિક વેપારનું પરિવહન થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય જી-20 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાળાનાણાં પર પણ ચર્ચા કરી અને તેની વિરૂદ્ધ દુનિયાભરના તમામ વિકાસશીલ દેશોને એક થવાની અપીલ કરી હતી. સાથો સાથ મોદી એ એ ખતરાની તરફ પણ ધ્યાન આપ્યું જેનો સામનો આજે પણ આખી દુનિયા કરી રહી છે. મોદીના મતે તેમાં આતંકવાદ અને નાણાંકીય ગુના બે સૌથી મોટો ખતરો છે.
મોદીએ જાપાન અમેરિકા, ઈન્ડિયા (JAI)નો નારો આપ્યો હતો. તેમને મતે જયનો મતલબ છે સફળતા. પ્રધાનમંત્રી મોદીએ આ મંત્ર આર્જેન્ટિનાના બ્યૂનસ આયર્સમાં આપ્યો હતો. મોદીએ ભાગીદારી મૂલ્યો પર સાથે મળીને કામ ચાલુ રાખવા પર જોર આપતા કહ્યું કે જેએઆઇ (જાપાન, અમેરિકા, ભારત)ની બેઠક લોકતાંત્રિક મૂલ્યોના પ્રત્યે સમર્પિત છે. આ ત્રિપક્ષીય બેઠક દરમ્યાન ટ્રમ્પે ભારતના વિકાસ અને તેની ગાથાના વખાણ કર્યા હતા. ત્રણેય નેતાઓએ સંપર્ક, સ્થાયી વિકાસ, આતંકવાદ, અને દરિયાઈ અને સાઇબર સુરક્ષા જેવા વૈશ્વિક અને બહુપક્ષીય હિતોના તમામ મોટા મુદ્દાઓ પર ત્રણેય દેશોની વચ્ચે સહયોગના મહત્વ પર જોર આપ્યું હતું.
બ્યૂનસ આયર્સ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાના બ્યુનો આયર્સમાં ચાલી રહેલી જી-20 શિખર સંમેલનમાં શુક્રવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની સાથે બેઠકમાં ભાગ લીધો. તેમાં મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ અને પડકારો પર ચર્ચા થઇ હતી. અમેરિકા અને જાપાન સાથે બેઠક બાદ પીએમ મોદીએ આર્જેન્ટિનામાં એક નવો નારો પણ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -