'ઘરનું ભાડું ચૂકવવાના પૈસા નથી હોતા એટલે મકાન માલિક સાથે સેક્સ માણવું પડે છે', કઈ અભિનેત્રીએ કર્યું આ નિવેદન?
જોકે આ સવાલ સાંભલીને સીએનએના ક્રિસ્ટિનાએ મોએશાને પૂછ્યું કે શું તેણે મકાનના ભાડા બદલામાં મકાન માલિક સાથે સેક્સ માણ્યું હતું. તો તેણીએ જવાબ આપ્યો કે, તે મારી તમામ જરૂરિયાત પૂરી કરી શકે એમ હતા. તે મારી સારસંભાળ, મારી નાણાંકીય જરૂરિયાત, મારા એપાર્ટમેન્ટ, મારી કાર, મારું ભાડું તમામ જરૂરિયાત પૂરી કરતા હતા.
તેણે આગળ જણાવ્યું કે, ઘાનામાં તમે કોઈ એપાર્ટમેન્ટ ભાટે લેવા જાવ છો તો એડવાન્સ પેટે બે વર્ષની રકમ માગવામાં આવે છે અને મેં તો હજી કામ કરવાની શરૂઆત જ કરી હતી એવામાં રૂપિયા કેવી રીતે ચૂકવી શકાય.
તેણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ઘાનામાં અર્થતંત્ર નબળું છે જેના કારણે તમારે આર્થિક રીતે સબળ બનવા માટે કોઈના સાથની જરૂર પડે છે. ખાસ કરીને અહીં એક સ્ત્રીએ રૂપિયા કમાવવું એટલું સરળ નથી.
Moeshaએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ કરીને ઘાનાની મહિલાઓની માફી માગી છે. તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, તેણે આર્થિક તંગીને કારણે તેણે સેક્સ માણ્યું હોવાનો સ્વીકાર કર્યો છે.
નવી દિલ્હીઃ ઘાનાની અભીનેત્રી અને મોડલ Moesha Boduongએ ઘાનાની મહિલાઓની માફી માગી છે. તેણે રૂપિયા માટે સેક્સ માણ્યું હોવાનો ખુલાસો કરતાં માફી માગી છે. સીએનએએનને આપેલ એક ઇન્ટરવ્યૂમાં Moeshaએ આ ખુલાસો કર્યો છે.