કાબુલમાં 26/11 જેવો હુમલો, 15નાં મોત, 10 કલાકથી બંધક સંકટ
અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના કહેવા પ્રમાણે પોલીસ અને અતંકીઓ વચ્ચે ત્રીજા અને ચોથા માળે ફાયરિંગ ચાલુ છે.
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલમાં 4 આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, આતંકીઓએ લોન્જમાં આવીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં આશે 15 લોકોનાં મોત થયા છે. આતંકીઓ દ્વારા હોટલના અમુક ભાગમાં આગ પણ લગાડવામાં આવી છે. હાલમાં સ્થાનીક સુરક્ષા દળે તેમજ ફાયરફાઇટરો ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતીને કાબુમાં કરવાની શરૂઆત કરી દીધી છે. પોલીસ અને આંતંકીઓ વચ્ચે સામ- સામે ફાયરિંગ થઇ રહ્યું છે.
આતંકીઓ ફાયરિંગ કરતાં કરતાં હોટલામાં ઘૂસ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આંતકીઓ પાસે ઓટોમેટીક ગન અને હથિયારો છે. સુરક્ષાકર્મીઓ ફાયરિંગ વચ્ચે મહેમાનોને સુરક્ષીત જગ્યાએ પહોંચાડી રહ્યા છે.
હોટલમાં રહેલા પાંચથી 10 લોકોને આતંકીઓ દ્વારા ઘાયલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.