અમેરિકાના ઈતિહાસનું સૌથી વિનાશકારી સાબિત થયું હાર્વે વાવાઝોડા, જુઓ Pics
હ્યૂસ્ટન પોલીસના પ્રમુખ આર્ટ એસેવેડો અનુસાર હાલમાં પણ શહેરમાં 20 લોકો લાપતા છે.
હવે જ્યારે પૂરના પાણી ઓસર્યા છે ત્યારે મોતનો આંકડો વધી શકે છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે એક અધિકારીને ટાંકીને કહ્યું કે, વરસાદ બાદ આવેલ પૂરને કારણે ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા છે.
તેના કારણે ટેક્સાસમાં 52 ઇંચથી ધારે વરસાદ નોંધાયો હતો.
હાર્વેને કારણે અમેરિરાના ઈતિહાસમાં સૌથી ભયાનક વરસાદ થયો છે.
ટેક્સાસ સરહદની પાસે લુઇસિયાના કિનારે રેકોર્ડ વરસાદ અને વિનાશકારી વાવાઝોડાએ આ વિસ્તારને બરબાદ કર્યો છે.
જોકે હાર્વે વાવાઝોડાનો કહેર સતત ચાલુ રહ્યો જેના કારણે નુકસાનનો આંકડો વધી શકે છે.
હાર્વે વાવાઝાડોના કારણે ટેક્સાસમાં જ અંદાજે 160 અબજ ડોલરનું આર્થિક નુકસાન થયાના અહેવાલ છે. જ્યારે આ વાવાઝોડાને કારણે 38 લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
આ વાવાઝોડામાં ટેક્સાસામાં મોટા પાયે વિનાશ સર્જ્યો છે.
અમેરિકાના ઈતિહાસમાં હાર્વે વાવાઝોડાને કારણે અત્યાર સુધીનું સૌથી વધારે આર્થિક નુકસાન થવાની શક્યતા છે.