હોલીવુડની આ એક્ટ્રેસને પોલીસે ગોળી મારીને પતાવી દીધી, કારણ જાણીને આઘાત લાગશે
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસ માર્ક્વેઝ લૉસના એન્જેલિસ સ્થિત ઘરે પહોંચી ત્યારે માર્ક્વેઝની માનસિક હાલત બરાબર નહતી લાગી. જેથી પોલીસે મેન્ટલ હેલ્થ ક્લિનિકનો સંપર્ક કર્યો હતો. પોલીસ અને મેન્ટલ હેલ્થ ક્લિકનિકના અધિકારીઓએ માર્ક્વેઝ સાથે દોઢ કલાક સુધી વાત કરી જેથી તેને જરૂરી મદદ આપી શકાય. પણ માર્ક્વેઝને સમજાવ્યા બાદ પણ સાંભળવા તૈયાર નહતી ત્યારે તેણે એક હેન્ડગન પોલીસ અધિકારી તરફ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના હિટ ટીવી સીરિઝ ‘ઈઆર’ માં નર્સ વેન્ડી ગોલ્ડમેન રોલ માટે ખૂબજ લોકપ્રિય બની હતી. તેણે ‘સેનફીલ્ડ’ અને ‘બ્લ્ડ ઈન બ્લ્ડ આઉટ’મા પણ કામ કર્યું હતું. ગત વર્ષે હોલિવૂડ અભિનેતા જૉર્જ ક્લૂની પર યૌન શોષણ અને ભેદભાવનો આરોપ લગાવવાના કારણ પણ ચર્ચામાં રહી હતી. ક્લૂની ઈઆરમાં તેમના કો-સ્ટાર હતા.
માર્ક્વેઝ બીબી ગન પોલીસ તરફ કરતા પોલીસે અસલી બંદૂક સમજી તેના પર ગોળી ચલાવી દીધી હતી. પોલીસને ત્યાં સુધી ખબર નહતી કે માર્ક્વેઝ પાસે જે ગન હતી તે નકલી હતી. તપાસ બાદ પોલીસને ખબર પડી કે તે બીબી ગન હતી. કહેવામાં આવી રહ્યું છે કે માર્ક્વેઝ માનસિક સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી.
લૉસ એન્જેલિસ: હૉલિવૂડ અભિનેત્રી વેનીસા માર્ક્વેઝને પોલીસે ગોળી મારી હત્યા કરી દીધી છે. રિપોર્ટ પ્રમાણે માર્ક્વેઝે પોલીસ પર અસલી જેવી દેખાતી બીબી બંદૂકથી(રમકડાની ગન) નિશાન લગાવ્યું હતું. જેને પોલીસ અસલી ગન સમજી તેના પર ગોળી ચલાવી દીધી હતી અને તેનું મોત નીપજ્યું છે. પોલીસ તેના ઘરે મકાન માલિકના ફોન બાદ વેલ્ફેર ચેક કરવા ગઈ હતી. પરંતુ તે સમયે માર્ક્વેઝ બંદૂક સાથે ઊભી હતી. ત્યારે પોલીસે ઓપન ફાયર કરવું પડ્યું જેમાં તેનું મોત થયું હતું.