ઈમરાન ખાને વાતચીત માટે લંબાવ્યો હાથ, ભારતે કહ્યું- આતંકવાદ અને મંત્રણા એક સાથે નહીં
ઈમરાન ખાને પત્ર લખી આગ્રહ કર્યો છે કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વચ્ચે મંત્રણા થાય. તો બીજી તરફ પાકિસ્તાન વિદેશ વિભાગે બુધવારે કહ્યું કે આ માટે પુરા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા આ મહિને જ થવાની છે. ભારત શક્ય તેટલું જલદી પાકિસ્તાનમાં સાર્ક સંમેલનનું આયોજન કરે તેવો પણ ઈમરાન ખાને પ્રસ્તાવ રાખ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈમરાન ખાને તેના પત્રમાં એમ પણ લખ્યું છે કે ભારત અને પાકિસ્તાનને આતંકવાદ અને કાશ્મીર સંબંધિત તમામ મોટાં મુદ્દાઓની વાતચીતના માધ્યમથી સમાધાન પર વિચાર કરવો જોઈએ.
ઈમરાન ખાને તેના લેટરમાં લખ્યું છે કે તેઓ શાંતિ ઈચ્છે છે ઈમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 14 સપ્ટેમ્બરે લખેલા લેટર બાદ વાતચીતની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી. ઈમરાન ખાને પીએમ મોદીના શુભેચ્છા સંદેશમાં આ લેટર લખ્યો હતો.
લાહોરઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનના નેતૃત્વમાં નવી સરકાર બન્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધમાં સુધારો થાય તેમ લાગી રહ્યું છે. ઈમરાન સરકારે ન્યૂયોર્કમાં 25 સપ્ટેમ્બરથી શરૂ થતી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સભામાં ભારત-પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થાય તેવો પ્રસ્તાવ રાખ્યો છે. જોકે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, આતંક અને મંત્રણા એક સાથે ન થઈ શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -