આ દેશમાં બે પત્ની રાખનારને મળશે ઈનામ, મકાન ભથ્થું આપશે સરકાર
ખલીજ ટાઇમ્સમાં પબ્લિશ થયેલા આર્ટિકલનો સ્ક્રીન શોટ.
મંત્રીએ કહ્યું કે, પ્રથમ પત્ની માટે જેવી રહેવાની વ્યવસ્થા હોય તેવી જ વ્યવસ્થા બીજી પત્ની માટે હોવી જરૂરી છે. મકાન ભથ્થું આપવાથી લોકો બીજા લગ્ન કરવા માટે પ્રોત્સાહિત થશે અને યુએઈમાં કુંવારી મહિલાઓની સંખ્યા ઘટશે. પ્રથમ પત્નીની જેમ બીજી પત્નીને પણ મકાન મળે તેમ મંત્રાલય ઇચ્છે છે.
તેમણે કહ્યું કે, બે પત્ની ધરાવનારાં લોકોને શેખ જાયદ હાઉસિંગ કાર્યક્રમ અંતર્ગત મકાન ભથ્થું આપવાનો મંત્રાલયે નિર્ણય લીધો છે. આ મકાન ભથ્થું બીજી પત્ની માટે હશે. એટલે કે એક પત્નીવાળા પરિવારને પહેલાથી મળી રહેલા મકાન ભાડાથી વધારાનું હશે.
ખલીજ ટાઇમ્સના અહેવાલ મુજબ દેશમાં કુંવારી છોકરીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સરકાર લોકોને બીજા લગ્ન માટે પ્રોત્સાહિત કરવા આ સ્કીમ લઇને આવી છે. યુએઈના ઇન્ફ્રાસ્ટ્રક્ટચર ડેવલપમેન્ટ મંત્રી ડો. અબ્દુલ્લા બેલહૈફ અલ નુઇમીએ બુધવારે ફેડરલ નેશનલ કાઉન્સિલ (FNC)ના કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી.
દુબઈઃ બે પત્ની રાખવી મોટાભાગના દેશોમાં ભલે યોગ્ય માનવામાં આવતું ન હોય પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં આ પ્રકારના લગ્નો માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સંયુક્ત અરબ અમીરાત (UAE) પણ આવો જ એક દેશ છે, જ્યાંની સરકારે બે પત્ની રાખનારા લોકોને વધારાનું મકાન ભથ્થું આપવાની જાહેરાત કરી છે.