રશિયામાં પુતિન સામે ચૂંટણીમાં ઝુકાવનારી આ હોટ જર્નાલિસ્ટે કોની સામે કર્યો છે સેક્સની માગણીનો આક્ષેપ?
સેનિયા સેબચાકે એક વેબસાઇટમાં આપેલા ઇન્ટરવ્યૂમાં સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ અંગે આક્ષેપ કરતાં કહ્યું કે, લિયોનીડ સ્લિટકી જે સ્ટેટ ડ્રામા ઇન્ટરનેશનલ રિલેશન્સ કમિટીના ડેપ્યૂટી છે તેમને મારી પાસે સેક્સની માંગણી કરી હતી.
સેનિયાએ પત્રકાર અને ટીવી હોસ્ટ તરીકે કામ કરી ચૂકી છે. 35 વર્ષીય સેનિયા સેન્ટ પિટર્સબર્ગના મેયર રહી ચૂકેલા મરહૂમ એનેટોલી સોબચાકની દીકરી છે. એનેટોલીએ જ પુતિનને રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીમાં નોકરી અપાવી હતી. સેનિયાને રશિયાની પેરિસ હિલ્ટન તરીકે ઓળખવવામાં આવે છે. એક રિયાલિટી શોને કારણે તેણે ખૂબ લોકપ્રિય થઇ હતી. 2012માં તે પુતિનના વિરોધના પ્રદર્શનો સામેલ થઇને ચર્ચામા આવી હતી.
જોકે, અલેક્સીએ સેનિયાને ચૂંટણી ન લડવાની સલાહ આપી હતી પરંતુ સેનિયાએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પત્રકારમાંથી એક્ટ્રેસ બનેલી સેનિયાએ કહ્યું હતું કે, એ તેવા લોકોનો અવાજ બનશે જે પોતાના નેતાઓના ભ્રષ્ટાચાર અને કૌભાંડોને કારણે થાકી ગયા છે. નોંધનીય છે કે સેનિયા જો ચૂંટણી લડશે તો છેલ્લા 14 વર્ષમા રાષ્ટ્રપતિની ચૂંટણી લડનારી પ્રથમ મહિલા બનશે.
નોંધનીય છે કે, સેનિયા સોબચાકનું રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા પર ખૂબ ઓછી સંભાવના હતી. તેણે અગાઉ વિપક્ષના નેતા અલેક્સી નૈવલનીનું સમર્થન કર્યું હતું પરંતુ બાદમાં અલેક્સીને ઠગાઇ મામલે દોષિત ઠેરવવામાં આવતા તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો જેને કારણે સેનિયાની ચૂંટણી લડવાની સંભાવના વધી ગઇ છે.
મોસ્કોઃ રશિયામા આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન વિરુદ્ધ રશિયાની પેરિસ હિલ્ટન કહેવાતી એક્ટ્રેસ સેનિયા સોબચાક ચૂંટણી લડશે. હવે આ હૉટ હિરોઇન સેનિયા સોબચાકે એક ઘટસ્ફોટ કરતાં દાવો કર્યો છે કે, લિયોનીડ સ્લિટકીએ તેની પાસે સેક્સની માંગણી કરી હતી.