પાકિસ્તાનમાં એક કાફે આવું પણ છે, જે પીરસે છે 'LoC પિઝા', જાણો શું છે ખાસ?
કાફેએ પિઝાનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. તેમાં શાકાહારીવાળા ભાગમાં ઈન્ડિયન ફ્લેગ અને માંસાહારીવાળા ભાગમાં પાકિસ્તાની ફ્લેગ લગાવેલો છે. સુંદર પ્રયાસની બંને દેશો પ્રશંસા કરી રહ્યા છે. કાફેએ ચા-કોફીના કપો પર સ્લોગન લખ્યા છે. જેમ કે, સાંજની ચા પણ મળે તો તેવા કામની ઐસી કી તૈસી. દુનિયા સળગતી રહે, ચા મળતી રહે. કાફેમાં પોસ્ટર પર લખ્યું છે - વ્હાય સો મચ દૂરી, ટ્રાય ઓવર હલવા-પૂરી. બીટ ગર્મ મૌસમ વીથ જૂસી ચિલ્ડ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરાચી સ્થિત આ કાફે જેટલું તેના નામથી લોકપ્રિય છે, તેનાથી વધારે તેની રેસિપીને લઈને ચર્ચામાં રહે છે. કાફેનું કહેવું છે કે તેણે રેસિપી મારફત બંને દેશોના લોકોને જોડવાની પહેલ કરી છે. આવા સમયમાં તણાવ ઘટાડવા માટે હાસ્ય-મજાક અને ભોજન સૌથી સારી પદ્ધતિ છે. કાફેમાં એલઓસી પિઝાની માગ ઘણી વધી ગઈ છે. લોકો અહીં દાળ-ભાત, હલવા-પૂરી, પિઝા, બર્ગર, ચા, કોફી વગેરેની લિજ્જત માણવા આવે છે. મોટાભાગના ગ્રાહકો બંને દેશો વચ્ચે શાંતિ ઈચ્છે છે. થોડા દિવસ પહેલા કાફેએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી, 'બાબૂ-ભૈયા પેશ હૈ પેરોડી એક-દૂસરે કે લિયે, આઓ ચિલ કરે, યદિ આપ મેરી તરફ હૈ તો એલઓસી પિઝાના લુત્ફ લે.' (બાબુ-ભૈયા એકબીજા માટે પેરોડી રજૂ છે, આવો ચિલ કરીએ, જો તમે મારી સાથે હોવ તો એલઓસી પિઝાની લિજ્જત માણો.) ત્યાર બાદ હેશટેગ એલઓસી પિઝા ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં એવું એક કાફે છે 'સત્તાર બખ્શ' જે ગ્રાહકોને ફૂડ દ્વારા શાંતિ અને પ્રેમ પણ પીરસી રહ્યું. કાફે કસ્ટમર્સને સ્પેશિયલ પિઝા ખવડાવી રહ્યું છે. નામ 'એલઓસી પિઝા' રાખ્યું છે. તેનો અડધો ભાગ શાકાહારી છે તો અડધો માંસાહારી. આ જરીતે એક અન્ય પિત્ઝાનું નામ 'દહશતગર્દ સ્પાઈસી પિઝા' અને બર્ગરનું નામ 'બેશર્મ ટોપલેસ બર્ગર' રાખ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -