બ્રિટનમાં ગુજરાતી યુવકને બીજા યુવક સાથે બંધાયા સંબંધ, પત્નિને આ સંબંધોની ખબર પડી ગઈ અને...........
ગ્રિન્ડર એક ડેટિંગ એપ છે જેમાં ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સસેક્સ્યુઅલ લોકો એકબીજાં સાથે ડેટિંગ માટે મળતા હતા. જજ ગોસે જણાવ્યું કે, ગત 14 મેના રોજ જેસિકા પટેલની તેના જ ઘરમાં હત્યા થઇ હતી અને તેના પતિ મિતેશ પટેલ સામે આ હત્યાના આરોપ છે. આ બંને લિન્થ્રોપ એરિયામાં રોમન રોડ પર ફાર્મસી સ્ટોર ધરાવતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેસિકાની ફેમિલી તરફથી ક્લીવલેન્ડની લોકલ પોલીસે મોત પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અમે દયાળુ અને સૌમ્ય વ્યક્તિ જેસિકાને ગુમાવી દીધી છે. તે સંપુર્ણ રીતે મિત્રો અને ફેમિલીને સમર્પિત હતી. તેને ગુમાવવાનું દર્દ અસહનીય છે. પરિવાર તરીકે અમે ઘણું બધુ ગુમાવ્યું છે અને અમારી તમામને પ્રાર્થના છે કે, અમારી પ્રાઇવસીનું સન્માન કરવામાં આવે અને અમને આ દુઃખમાંથી બહાર આવવાનો સમય આપો.
લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેસિકા આ જ ટાઉનમાં રોમન રોડ પર પોતાના પતિની સાથે કેમિસ્ટ શોપ ચલાવતી હતી. આ બંનેની મુલાકાત માનચેસ્ટરમાં અભ્યાસ દરમિયાન થઇ હતી. પાડોશમાં રહેતા એક કપલે જણાવ્યું કે, જેસિકા અને મિતેશની વચ્ચે સારું બોન્ડિંગ હતું. તેઓ ખૂબ જ ફ્રેન્ડલી હતા અને ફાર્મસી લીધા બાદ પોતાના એરિયામાં ઘણાં પોપ્યુલર પણ હતા. કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે.
મિતેશના કેસની પ્રથમ સુનવણી ટેસસાઇડ ક્રાઉન કોર્ટમાં થઇ હતી. જ્યાં જજ મિ. જસ્ટિસ જેમ્સ ગોસે બંને પક્ષની દલીલો સાંભળી હતી. આરોપી પક્ષના વકીલે મિતેશ પટેલની બેવફાઇ અને પુરૂષ સાથે શારિરીક સંબંધોને હત્યા પાછળનું મોટું કારણ ગણાવ્યું હતું. કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, મિતેશે વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી કોઇ પુરૂષ સાથે સંબંધો રાખ્યા છે તો તેને ગુના હેઠળ ગણવામાં આવશે નહીં.
34 વર્ષીય જેસિકા સોમવારે ઇંગ્લેન્ડના મિડલ્સબોરો ટાઉનના લિન્થોર્પે સબર્બમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર ગંભીર ઇજાઓના નિશાન પણ જોવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ 36 વર્ષીય મિતેશ પટેલની પત્ની જેસિકાની હત્યા મામલે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં હાજર થયાં બાદ મિતેશ પટેલ તેઓના ઘરે પરત ફર્યા હતા. પોલીસે તેના ઘર અને ઓફિસ બંને સ્થળે સર્ચિંગ કર્યુ છે.
લંડનઃ ઇંગ્લેન્ડમાં ગુજરાતી મૂળના અને વ્યવસાયે ફાર્માસિસ્ટ જેસિકા પટેલની હત્યા થઇ હતી. જેસિકાની હત્યાનો આરોપ તેના પતિ મિતેશ પટેલ પર છે. ગત 13 નવેમ્બરના રોજ આ હત્યાની પ્રથમ સુનવણી થઇ હતી. મિતેશ પટેલ સામે આરોપ છે કે, તેના ડેટિંગ એપ્લિકેશન ગ્રિન્ડર પર મળેલા એક પુરૂષ સાથે સંબંધો હતા, જેના પગલે તેણે પત્નીની હત્યા કરી દીધી છે. આ વર્ષે 14 મેના રોજ મિતેશ પટેલ (37)એ તેની પત્ની અને બિઝનેસ પાર્ટનર જેસિકા (34)ની મિડલ્સબ્રોમાં આવેલા તેના વિક્ટોરિયન હોમમાં હત્યા કરી દીધી હતી. જેસિકાની ડેડબોડી રાત્રે 8.20 વાગ્યા તેના ઘરમાંથી મળી આવી હતી. ક્લિવલેન્ડ પોલીસે હત્યાનો આરોપ મિતેશ પર લગાવ્યો હતો.
જજ ગોસે કહ્યું કે, કથિત આરોપી મિતેશ પટેલે તેની પત્ની જેસિકા સાથે બેવફાઇ કરી હતી અને તેણે લગ્નજીવન દરમિયાન અન્ય પુરૂષ સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. જો કે, મિતેશ પટેલે આ હત્યાના આરોપોનો ઇન્કાર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -