પત્રકારો માટે સૌથી ખતરનાક દેશ બન્યો ભારત, દુનિયાનો પાંચમો અસુરક્ષિત દેશ ભારતઃ રિપોર્ટ
રિપોર્ટ્સ કહે છે કે પત્રકારોની રીતે દુનિયાના 5 સૌથી ખતરનાક દેશોમાં ભારત ઉપરાંત અમેરિકા, મેક્સિકો, યમન, સીરીયા અને આફઘાનિસ્તાનનું નામ આવે છે. અહીં કેટલાય પત્રકારોને જીવ ગુમાવવા પડ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સના રિપોર્ટ અનુસાર, ભારતમાં આ વર્ષે 6 પત્રકારો માર્યા ગયા જ્યારે અન્ય કેટલાક પત્રકારો પર જીવલેણ હુમાલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત કેટલાય પત્રકારોને પોતાના વિરુદ્ધ હેટ કેમ્પેઇનનો પણ સામનો કરવો પડ્યો, જેમાં સોશ્યલ મીડિયામાં જીવથી મારી નાંખવાની ધમકી સામાન્ય બાબત રહી.
નવી દિલ્હીઃ પત્રકારોની રીતે ભારત દુનિયાનો સૌથી અસુરક્ષિત દેશોમાંનો એક બની ગયો છે, જ્યારે આ લિસ્ટમાં અમેરિકાની પણ પહેલીવાર એન્ટ્રી થઇ છે. ભારત અને અમેરિકા, બન્ને દેશ આ લિસ્ટમાં એક જ સ્થાન પર છે.
એક રિપોર્ટ અનુસાર, આ દેશોમાં પત્રકારો ત્યારે મર્યા જ્યારે અહીં કોઇપણ પ્રકારનું યુદ્ધ પણ નહતુ થયુ કે કોઇ મોટો વિવાદ પણ નહતો થયો. ભારત અમરિકા ઉપરાંત આ લિસ્ટમાં યમન, મેક્સિકો, સીરીયા અને આફઘાનિસ્તાન સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -