હરણના શિકારીને અમેરિકાની કોર્ટે સંભળાવી વિચિત્ર સજા, કહ્યું- હવે એક વર્ષ સુધી હરણ પર બનેલી ફિલ્મ 'બામ્બી' જોવી પડશે
કોર્ટનાં ન્યાયધીશ રોબર્ટ જ્યોર્જે કહ્યું કે, ડેવિડને 23 ડિસેમ્બરે પહેલી વખત મહિનો પુરા થતા પહેલા આ ફિલ્મ જોવી પડશે. ડેવિડ બેરીને ઈતિહાસમાં સૌથી વધુ હરણોનો શિકાર કરનાર જાહેર કરાયો . અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, તેણે 100થી વધુ હરણોનો શિકાર કર્યો છે.
બોમ્બી નામની આ ફિલ્મ 1942માં ડેવિડ હૈંડનાં નિર્દશન હેઠળ બની હતી. આ ફિલ્મ ઓસ્ટ્રેલિયાનાં લેખક ફેલિક્સ સૈલ્ટેનનાં પુસ્તક 'બામ્બી - અ લાઈફ ઈન ધ વુડસ' પર આધારિત છે.
લોરેન્સ કાઉંટીનાં એર્ટનીનાં કહ્યા પ્રમાણે, ડેવિડ શિકાર કર્યા પછી હરણોનું માથુ એવોર્ડ તરીકે લઈ જતો અને ધડ ફેંકી દેતો હતો. બેરી હથિયાર કાયદાનાં ઉલ્લઘંનમાં પણ દોષી જાહેર થતા તેણે વધુ 120 દિવસ જેલમાં કાઢવા પડશે.
નવી દિલ્હીઃ અમેરિકાની કોર્ટે હરણના શિકારીને એક વિચિત્ર સજા સંભળાવી છે, કોર્ટે 100 હરણના શિકારી ડેવિડે બેરી જુનિયરને સજા સંભળાવતા કહ્યુ કે, તેને હવે એક વર્ષ સુધી હરણના બચ્યાં પર બનેલી ફિલ્મ 'બામ્બી' જોવી પડશે. આરોપીને હવે દર મહિને આ ફિલ્મ જોવી પડશે.