USમાં છોકરીઓ પર સેક્સ્યુઅલ વિકૃત્તિનાં ઓપરેશન કરવા બદલ ભારતીય મહિલા ડોક્ટર જેલભેગી, જાણો વિગત

ન્યૂઝ એજન્સી અનુસાર, આરોપી મહિલા ડોક્ટરનું નામ જુમાન નાગરવાલા છે. તેની ઉંમર 44 વર્ષની છે. તે મિશિગનમાં નિવાનિયાની મેડિકલ ઓફીસની બહાર તે કામ કરતી હતી. ફરિયાદ અનુસાર સુન્નત માટે કેટલીક સગીર વયની બાળકીઓને રાજ્યની બહારથી પણ લાવવામાં આવી હતી. હેનરી ફોર્ડ હેલ્થ સિસ્ટમ વેબસાઇટ પર નાગરવાલાની પ્રોફાઈલમાં જણાવવામાં આવ્યું છે કે, તે ગુજરાતી અને અંગ્રેજી ભાષા જાણતી હતી.
ફરિયાદ અનુસાર નાગરવાલાની પાસે બે સગીર બાળકીઓને તેના માતા-પિતા અન્ય રાજ્યથી મિશિગન લઈ ગયા હતા. ફેડરલ એજન્સ્ટે જ્યારે નાગરવાલાના ટેલીફોન રેકોર્ડ્સની તપાસ કરી ત્યારે તેની જાણકારી થઈ. એક બાળકીએ ફોરેન્સિક એક્સપર્ટને જણાવ્યું કે, તેને એમ કહીને લાવવામાં આવી હતી કે સ્પેશિયલ ટ્રિપ પર ડેટ્રોઈટ લઈ જવામાં આવી રહી છે.
ફરિયાદ અનુસાર નાગરવાલાએ જે બાળકીઓનું સુન્નત કર્યું તેની ઉંમર 6-8 વર્ષ છે. અમેરિકામાં 18 વર્ષથી ઓછી ઉંમરમાં સુન્નત કરવું તે ગુનો ગણાય છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રેવેંશન અનુસાર અમેરિકામાં 5 લાખ 13 હજાર મહિલાઓ અને યુવતીઓ પર સુન્નતનું જોખમ છે. અમેરિકામાં 18 વર્ષથી ઓછી ઉંમરમાં સુન્નત કરવાનું જોખમ 1997 બાદથી અત્યાર સુધી ચાર ગણું વધી ગયું છે.
ન્યૂયોર્કઃ મિશીગનમાં ભારતીય મૂળની મહિલા ડોક્ટર છથી 8 વર્ષના બાળકીના જેનિટલ મ્યૂટિલેસન (FGM) કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ પ્રોસેસમાં પ્રાઈવેટ પાર્ટનો એક ભાગ કાપવામાં અથવા સીવવામાં આવે છે. કેટલીક કોમ્યુનિટીમાં પરંપરાના નામે આમ કરવામાં આવે છે. કહેવાય છે કે, અમેરિકામાં આટલા નાની ઉંમરની બાળકીનું સુન્નત કરવાની આ પ્રથમ ઘટના છે.