ઇન્ડોનેશિયા સુનામીઃ દરિયામાં ઉછળ્યા 15 થી 20 મીટર ઉંચા મોજા ને એકજ ઝપેટમાં વહી ગયા 281 લોકો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Dec 2018 10:27 AM (IST)
1
સુનામીની એક જ ઝપેટમાં 281 લોકો સમુદ્રમાં વહી ગયા હતા. સુનામીની આ લહેરો 15 થી 20 મીટર ઉંચી હતી, જેના કારણે કોઇને પણ બચવાનો મોકો મળ્યો નહી.
2
3
ઇન્ડોનેશિયામાં 'ચાઇલ્ડ ઓફ ક્રાકાટોઆ' જ્વાળામુખી ફાટ્યા બાદ ભીષણ તબાહી થઇ. સ્થાનિક સમયાનુસાર શનિવારે રાત્રે લગભગ 9.30 વાગે દક્ષિણી સુમાત્રા અને પશ્ચિમી જાવાની પાસે સમુદ્રની ઉંચી લહેરો આસપાસની એરિયામાં ફરી વળી.
4
5
6
7
8
જકાર્તાઃ ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ આવેલી ભયાનક સુનામીએ 281 લોકોના જીવ લઇ લીધા, જ્યારે એક હજારથી વધુ લોકો ઘાયલ થઇ ગયા હતા. ઇન્ડોનેશિયા સરકારે હજુ મૃત્યુઆંકનો સત્તાવાર આંકડો આપ્યો નથી, પણ ધારણા કરતાં વધુ નુકશાન થયાની આશંકા સેવાઇ રહી છે. અહીં સુનામીના કારણે સર્જાયેલી ભયાનક તબાહીની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે.