US: બિમાર બાળકોની વચ્ચે સાંતા બનીને પહોંચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા, બાળકોને આપી ગિફ્ટ
તેમણે વીડિયો શેર કરીને કહ્યું કે, અમને કેટલાક અદ્ભૂત બાળકો અને તેના પરિવારો સાથે મળવાનો અવસર મળ્યો. બે દિકરીઓના પિતા હોવા પર હું આ સ્થિતિ પર આ કલ્પના કરી શકું છું કે જ્યારે નર્સિસ, સ્ટાફ અને ડૉક્ટર જે દેખરેખ રાખે છે તે અહીં સૌથી જરૂરી વસ્તું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુનિયાભરમાં ક્રિસમસની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ક્રિસમસ પહેલા બાળકો સાથે વિશેષ રીતે ક્રિસમસ ઉજવી હતી. ઓબામા બુધવારે વોશિંગ્ટનમાં બીમાર બાળકો વચ્ચે ફાધર ક્રિસમસ બનીને ચિલ્ડ્રન્સ નેશનલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ઓબામાએ સ્ટાફને કહ્યું કે, હું માત્ર આપ સૌને આભાર કહેવા માંગુ છું. સ્ટાફ તેમની સાથે ચીયર્સ કરતો પણ નજર આવ્યો હતો. ઓબામાએ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો.
ઓબામા સાન્તા ક્લોઝવાળી ટોપી પહેરી અને ગીફ્ટથી ભરેલો થેલો લઈને બાળકોની વચ્ચે પહોંચ્યા હતા. અહીં ઓબામાએ બાળકો ગિફ્ટ આપ્યા અને તેમના પરિવારોને પણ મળ્યા હતા. ગત વર્ષે પણ ઓબામાં બાળકોની સ્કૂલમાં સાન્તા બનીને પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -