ઇન્ડોનેશિયામાં બળાત્કારીઓ માટે નવો કાયદોઃ નપુંસક બનાવાશે, હચમચાવી દે તેવી બીજી કઈ સજા થશે?
જાકાર્તાઃ ઇન્ડોનેશિયામાં 14 વર્ષની સગીરા ઉપર બળાત્કાર અને હત્યા પછી ઇન્ડોનેશિયાની સંસદમાં એક કડક કાયદો બનાવવામાં આવ્યો છે.નવા કાયદા હેઠળ બળાત્કારીને નપુંસક બનાવી તેનામાં મહિલાઓના હોર્મોન્સ નાંખી દેવામાં આવશે. એટલું જ નહીં, આ કાયદા હેઠળ મોતની સજા પણ મળશે અને સજા ઓછામાં ઓછા ૧૦ વર્ષ કે તેથી ઉપરની હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબળાત્કારીને જે ઇલેકટ્રોનીક ચીપ લગાડાશે તે સજા પુરી થયા બાદ પણ લાગેલી રહેશે. ગંભીર મામલામાં મોતની સજા પણ થશે. ઇન્ડોનેશિયાના એક મંત્રી ડો.યોહાના કહે છે કે, હવે આવી સજાથી અપરાધિઓ ડરશે. દેશના એક સર્વે મુજબ રોજ દુષ્કર્મના ૩પ કેસ નોંધાય છે. ૯૦ ટકામાં એફઆઇઆર નથી થતી. જેમના ઉપર દુષ્કર્મ થાય છે તેમાંથી ૬પ ટકાની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય છે.
નવા કાયદા હેઠળ બાળકોનુ યૌન શોષણ કરનારાને રાસાયણિક રીતે નપુંસક કરી દેવાશે એટલું જ નહીં તેના ઉપર નજર રાખવા માટે ઇલેકટ્રોનિક ચીપ પણ લગાડવામાં આવશે કે જેથી તેના ઉપર બારીકાઇથી નજર રાખી શકાય. પોલીસની નજરમાં રહીને આ દોષિત પોતાની જીંદગી પસાર કરી શકશે.
રાસાયણિક રીતે નપુંસક કરવા માટે પુરૂષોમાં મહિલાઓના હોર્મોન્સ નાખવામાં આવશે. પોલેન્ડ, દ.કોરીયા, રૂસ અને કેટલાક અમેરિકી રાજયોમાં બાળકોના યૌન શોષણના દોષિતોને આ પ્રકારની સજા અપાય છે. નોંધનીય છે કે, ૧૪ વર્ષની છોકરી ઉપર ૧ર લોકોએ રેપ કર્યો હતો અને તે પછી મર્ડર કર્યુ હતુ. આ પછી દેશભરમાં દેખાવો થયા હતા. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ રેપ વિરૂધ્ધ આકરો કાયદો ઘડવા આશ્વાસન આપ્યુ હતુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -