ઈઝરાયલ PMએ જાપાનના પ્રધાનમંત્રીને ‘જૂતા’માં પીરસ્યું ભોજન, થયો વિવાદ
ડિનર દરમિયાન જ્યારે આબેને ટેબલ પર ડેઝર્ટ જૂતામાં ભોજન પીરસવામાં આવ્યું ત્યારે આબેએ સંકોચ કર્યા વગર ખાધું હતું. પરંતુ ત્યાં હાજર જાપાની અને ઈઝરાયેલી ડિપ્લોમેટ્સને આ વાત પસંદ આવી નહોતી અને તેની નિંદા કરતા કહ્યું કે દુનિયામાં એવી કોઈ સંસ્કૃતી નથી જેમાં જૂતાને ટેબલ મુકવામાં આવે છે. અમે અમારા પ્રધાનમંત્રી સાથે થયેલા આ વ્યવહારથી નારાજ છે. ત્યારે બીજી તરફ ઈઝરાયેલના વિદેશ વિભાગે નિવેદન આપ્યું કે અમારા શેફ ખૂબજ ક્રિએટીવ છે અને અમે તેના કામની પ્રશંસા કરીએ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈઝરાયલના પ્રખ્યાત રસોઈયા(શેફ) મોશે સેગેવએ ડિનરના અંતમાં ખાસ ચોકલેટ ધાતુના બનેલા જૂતામાં ડેઝર્ટ મુકી હતી. હવે આ મામલાને લઈને હોબાળો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જાપાની સંસ્કૃતિમાં જૂતાને અપમાનજનક માનવામાં આવે છે. જાપાની સંસ્કૃતિ પ્રમાણે જાપાની માત્ર પોતાના ઘરમાંજ નહીં પણ ઓફિસમાં પણ જૂતા બહાર કાઢીને જાય છે. એટલુંજ નહીં પ્રધાનમંત્રી અને બીજા મંત્રી પણ પોતાના કાર્યાલયમાં જૂતા પહેરીને નથી જઈ શકતા.
શેફ મોશે સેગવે પોતાના ઈંસ્ટાગ્રામ પર ડેઝર્ટ જૂતાની તસ્વીર પણ શેર કરી હતી, જેને લઈને એક યૂઝરે લખ્યું કે જ્યારે તેમે રાજનેતાઓને જમવાનું પીરસી રહ્યાં છો ત્યારે તમારે એક વખત તેના વિશે જાણકારી મેળવી લેવી જોઈએ. જાપાનમાં જૂતાને ખૂબજ અપમાનજનક માનવમાં આવે છે.વધુ એક યૂઝરે લખ્યું કે, દેશ આ વાતને ક્યારેય ભૂલી નહીં શકે. સેગેવ હું તારા કામને પ્રેમ કરતો હતો, પરંતુ તે મને શરમમાં મુકી દીધો છે.
યરુશલમ: ઈસરાઈલમાં જાપાનના પ્રધાનમંત્રીના અપમાનનો એવો મામલો સામે આવ્યો છે. જેને લઈને વિવાદ થઈ રહ્યો છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને તેની પત્ની જ્યારે બીજી મે ના રોજ ઈઝરાયલ યાત્રા પર ગયા હતા ત્યારે ઈઝરાયલના પ્રધાનંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને તેની પત્ની સારા નેતન્યાહૂ સાથે પીએમ આવાસ પર ડિનરમાં ગયા ત્યારે નેતન્યાહૂએ આબેને જૂતામાં ભોજન પીરસ્યું હતું. આ મામલાને લઈને ઈઝરાયલી પીએમની ખૂબ ટીકા થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -