પહેલી મુલાકાત પહેલાજ કિમ જોંગે ટ્રમ્પને બીજી મુલાકાત માટે આપ્યુ આમંત્રણ, જુલાઇમાં ઉ.કોરિયામાં બોલાવ્યા
નવી દિલ્હીઃ ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 12 જૂને સિંગાપુરમાં ઐતિહાસિક મુલાકાત થવાની છે. બન્ને નેતા રવિવારે જ સિંગાપુર પહોંચી ગયા છે. હવે આ બધાની વચ્ચે રિપોર્ટ્સ છે કે કિમે ટ્રમ્પને જુલાઇમાં બીજી મુલાકાત માટે ઉત્તર કોરિયા આવવાનું આમંત્રણ આપી દીધુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાં લખવામાં આવ્યું છે કે અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હથિયાર ખતમ કરી દે. પરંતુ એ સ્પષ્ટ નથી કે બદલામાં ઉત્તર કોરિયાને શું મળશે.
કિમના કહેવા પ્રમાણે, આખી દુનિયાની નજર તે વખતે ટ્રમ્પ પર હતી, જ્યારે તેઓ કહી રહ્યા હતા કે તેઓ મુલાકાત બાબતે સારું મહેસૂસ કરી રહ્યા છે. ટ્રમ્પ-કિમની મુલાકાતમાં કઇ બાબતો પર ચર્ચા થઇ શકે છે, તેના પર ઉત્તર કોરિયાના સરકારી છાપાએ આ સંભાવનાઓ દર્શાવી છે.
દક્ષિણ કોરિયન ન્યૂઝ પેપરમાં જૂનગાંગ ઇલ્બોનો દાવો છે કે કિમે ટ્રમ્પને જુલાઈમાં પ્યોંગયાંગ આવવાનું આમંત્રણ આપ્યું છે. તે અનુસાર, જો 12 જૂનના રોજ થનારી બેઠકમાં પરમાણુ નિરસ્ત્રીકરણ પર સંમતિ સધાશે તો જુલાઈમાં બીજી મુલાકાત થઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો બંને નેતાઓની બીજી સમિટ પણ થાય છે તો ત્રીજી મુલાકાત વોશિંગ્ટનમાં થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -