12 જૂને સિંગાપુરમાં કિમ જોન ઉન સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રંપ
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આજે એ વાતની પુષ્ટી કરી છે કે તેઓ 12 જૂને સિંગાપુરમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સાથે મુલાકાત કરશે. વ્હાઈટ હાઉસના ઓવલ કાર્યાલયમાં ઉત્તર કોરિયાઈ રાજદૂત કિમ યોંગ ચોલ સાથે બે કલાક સુધીની બેઠક બાદ ટ્રંપે આ જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે હવે અમેરિકા હાલમાં ઉત્તર કોરિયા વિરુધ્ધ કડક કાર્યવાહી કરશે નહીં. આ સાથે ટ્રમ્પે જણાવ્યું કે હવે એ દિવસની રાહ જોઇ રહ્યો છું કે જ્યારે ઉત્તર કોરિયા પરથી બધા પ્રતિબંધ હટાવી દેવામાં આવે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઉત્તર કોરિયાના ઉચ્ચ અધિકારી કિમ યોંગ ચોલ સાથે તેમની ઘણા સમય સુધી વાતચીત ચાલી. આ બેઠક ઘણી સકારાત્મક રહી. હવે દુનિયાભરની નજર ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચેની મુલાકાત પર છે.
ટ્રમ્પે કહ્યું કે ઉત્તર કોરિયા સાથે અગાઉ 12 જૂનના રોજ યોજાનારી બેઠક રદ્દ કરવામાં આવી હતી પરંતુ હવે આ બેઠક 12 જૂનના રોજ યોજાશે. આ પ્રથમ વખત હશે કે ટ્રમ્પ અને કિંમ જોગ વચ્ચે મુલાકાત થશે. જેને લઇને દુનિયાભરની નજર આ મુલાકાત પર છે.
ઉત્તર કોરિયામાં કિમ જોંગ બાદ બીજા નંબર તરીકે ગણાતા અધિકારી કિમ યોંગ ચોલને અમેરિકાની મુલાકાતે મોકલ્યા છે. અમેરિકામાં કિમ યોંગ ચોલ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત બાદ આગામી 12મી જુને ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચેની મુલાકાતનો નિર્ણય લેવામાં આવ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ પહેલા ઉત્તર કોરિયા વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાના હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -