પાકિસ્તાનમાં 71 વર્ષમાં ક્યા વડાપ્રધાને સૌથી વધારે અને કોણે સૌથી ઓછો સમય કર્યું શાસન, જાણો વિગત
1947માં પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન બન્યા હતા. તેમણે 4 વર્ષ 2 મહિના સુધી શાસન કર્યું હતુ. જે પછી 2008 સુધી કોઈ પાકિસ્તાની વડાપ્રધાન આટલું લાંબુ શાસન કરી શક્યા નહોતા. 2008માં યુસુફ રઝા ગિલાનીએ વડાપ્રધાન પદ સંભાળ્યું અને 4 વર્ષ, 2 મહિના અને 2 દિવસ સુધી ટકી રહ્યા. જે પાકિસ્તાનના ઈતિહાસમાં વડાપ્રધાન તરીકેનો સૌથી વધારે લાંબો કાર્યકાળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1971માં નુરલ અમીન માત્ર 13 દિવસ સુધી જ વડાપ્રધાન પદે રહી શક્યા હતા. જે પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી ઓછા દિવસ સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન લગભગ નિશ્ચિત છે. પાકિસ્તાનમાં 71 વર્ષમાં 29 વડાપ્રધાને સત્તા ભોગવી છે, પરંતુ તેમાંથી એકપણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -