પાકિસ્તાનઃ ઇમરાનની લહેરે આતંકીઓને સંસદ જતા અટકાવ્યા, જાણો કયાં આતંકીઓ હાર્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલણોના હિસાબથી કહી શકાય કે પાકિસ્તાનની જનતાએ આતંકીઓને સંસદ જતા રોકી દીધા છે, એટલે કે નકારી કાઢ્યા છે. આ કારણે હાફિઝ સઇદને પણ મોટો ઝટકો લાગ્યો છે, જે ચૂંટણીના માધ્યમથી પાકિસ્તાનમાં રાજ કરવાના ફિરાકમાં હતો.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન કોન હશે એ હવે બહુ જલ્દી સ્પષ્ટ થઇ જશે. બુધવારે થયેલા મતદાન બાદ મતગણતરી શરૂ થઇ ગઇ હતી અને વલણોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. સાથે આ ચૂંટણીણાં પાકિસ્તાનીઓએ આતંકવાદીઓને નકારી કાઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઇદે પાકિસ્તાનની 265 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. વલણોમાં એકપણ સીટ પર હાફિઝ સઇદના ઉમેદવારની લીડ નથી દેખાઇ રહી. હાફિઝ સઇદે અલ્લાહ-ઓ-અકબર (એએટી) દ્વારા પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.
પરિસ્થિતિ એ છે કે મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદનો એક પણ ઉમેદવાર લડાઇમાં ક્યાંય નથી દેખાઇ રહ્યાં. એટલે સુધી કે હાફિઝ સઇદના પુત્ર હાફિઝ તલ્હા અને જમાઇ ખાલિદ વલીદ પણ હારી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -