પાકિસ્તાનની ચૂંટણીમાં શાહરૂખની પિતરાઈ બહેન પણ છે મેદાનમાં, જાણો વિગત
પાકિસ્તાનની રાજનીતિ ક્યારેય પણ મહિલાઓ માટે આસાન રહી નથી. તેમ છતાં બે વર્ષ પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટી સંખ્યાઓમાં મહિલાઓ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનની ચૂંટણીમાં શાહરૂખ ખાનની પિતરાઈ બહેન નૂરજહાંએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તે ખૈબર-પખ્તૂનખાં સીટ પર ચૂંટણી લડી રહી છે. પાકિસ્તાનમાં મહિલા નેતાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે, તેથી આ વખતે મહિલા ઉમેદવારોને મહત્વના માનવામાં આવે છે.
આ વખતની ચૂંટણીમાં એક મહિલા ઉમેદવાર એવી સીટ પરથી ચૂંટણી લડી રહી છે જ્યાં ક્યારેક મહિલાઓને મતદાન કરવાની પણ મંજૂરી નહોતી. સિંધ સીટ પરથી હિન્દુ મહિલા ઉમેદવારે દાવેદારી નોંધાવી છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 171 મહિલાઓ પણ કિસ્મત અજમાવી રહી છે. પાકિસ્તાનમાં ચૂંટણીમાં આટલી મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી હોય તેવી પ્રથમ ઘટના છે. આ 171 મહિલાઓમાં 70 અપક્ષ ઉમેદવાર છે. તમામ રાજકીય પક્ષો દ્વારા આ વખતે મહિલાઓને ટિકિટ ફાળવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -