ઈમરાનની શપથવિધીમાં નરેન્દ્ર મોદીને નિમંત્રણ મળશે કે નહીં ? ઈમરાનની પાર્ટીએ શું કહ્યું ?
જો કે તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, વિદેશી નેતાઓને શપથવિધીમાં બોલાવવાની પાકિસ્તાનમાં પરંપરા નથી અને અમે એ પરંપરા તોડવાના મતના નથી. ઇમરાન ખાને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આગામી 11 ઓગસ્ટે શપથ ગ્રહણ આયોજીત કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) તરફથી પક્ષના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું કે ,મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. તેમની પાર્ટી પાકિસ્તાનનાં વિદેશ દૂતાવાસો સાથે ચર્ચા કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા પર નિર્ણય લેશે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાન 11 ઓગસ્ટે શપથ લેવાનો છે. ઈમરાનની તાજપોશીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પાકિસ્તાનમાં ઇમરાનની તાજપોશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે.
પાકિસ્તાનમાં 25 જુલાઇએ યોજાયેલી ચૂંટણીના પરિણામમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. તેને સરકાર બનાવવા માટે 272 સભ્યોવાળી નેશનલ એસેમ્બલીમાં 137 સભ્યોના ટેકાની જરૂર પડે. ઈમરાનની પાર્ટીને 116 સીટો પર જીત મળી છે અને તે બહુમતીથી 21 સીટ દૂર છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રવક્તા ફવાદ ચૌધરીએ દાવો કર્યો કે પાર્ટીને કેન્દ્ર અને પંજાબ પ્રાંતમાં સરકાર બનાવવા માટે જરૂરી સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. ચૌધરીએ દાવો કર્યો કે ઇમરાનની પાર્ટીને નેશનલ એસેમ્બલીમાં 168 અને પંજાબમાં 188 સભ્યોનું સમર્થન મળેલું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -