ઈમરાન ખાનની શપથવિધીમાં ક્યા 3 ક્રિકેટરો અને બોલીવુડના સુપરસ્ટારને મળ્યું નિમંત્રણ ? સચિનને આમંત્રણ નહીં
ઈમરાન વડાપ્રધાન બનશે એ નક્કી થતાં એવી અટકળો તેજ બની હતી કે, સચિન તેંડુલકર સહિતના ભારતના ક્રિકેટરોને નિમંત્રણ મળશે. જો કે ઈમરાને માત્ર પોતાના સમયમાં રમનારા ત્રણ ક્રિકેટરોને જ નિમંત્રણ આપીને એ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. બોલીવુડમાંથી પણ તેણે માત્ર આમીર ખાનને પસંદ કર્યો છે.
PTIના પ્રવક્તા ફવાદ ચૌધરીએ આ માહિતી આપતાં કહ્યું કે, ઇમરાનની તાજપોશી માટે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગવાસ્કર, કપિલ દેવ તથા નવજોત સિંહ સિદ્ધૂને નિમંત્રણ અપાયું છે. આ ઉપરાંત બોલીવુડ અભિનેતા આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાન 11 ઓગસ્ટે શપથ લેવાનો છે. ઈમરાનની તાજપોશીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) તરફથી ઇમરાન ખાનની તાજપોશીને યાદગાર બનાવવા માટે ભારતના ત્રણ ભૂતપૂર્વ ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.