US: લાસ વેગાસમાં કસિનોમાં ફાયરિંગ, 50નાં મોત, 100થી ઘાયલ, હુમલાખોર ઠાર
ન્યૂયોર્કઃ અમેરિકાના લાસ વેગાસની કસિનો અને રિસોર્ટમાં ફાયરિંગની ઘટનામાં આશરે 50 લોકોના મોત થયા છે જેમાં બે પોલીસ જવાનનો પણ સમાવેશ થાય છે. ફાયરિંગમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. લાસ વેગાસ સ્ટ્રિપ પર ચાલી રહેલા એક મ્યૂઝિક ફેસ્ટિવલ દરમિયાન ફાયરિંગ થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાસ વેગાસ પોલીસે એક હુમલાખોરને ઠાર માર્યો હતો. પોલીસે બીજો હુમલાખોર હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ વીડિયો પોસ્ટ કર્યા છે. આ વીડિયોમાં ઘટનાસ્થળથી લોકો ભાગતા જોવા મળે છે.
કોન્સર્ટમાં હાજર લોકોના કહેવા પ્રમાણે, હુમલો થયો ત્યારે સિંગર જેસન અલ્ડીયન પરફોર્મ કરી રહ્યા હતા. જેવો ફાયરિંગનો અવાજ સાંભળ્યો કે તેમણે પરફોર્મ રોકી દીધું હતું. હુમલા બાદ કસિનોમાં અફરાતફરી મચી ગઇ હતી. હુમલા બાદ લાસ વેગાસના મૈક્કૈરેન ઇન્ટરનેશનલ એરપોર્ટથી 20થી વધુ ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે.
ડેઇલી મેલના અહેવાલ અનુસાર, Mandalay Bay રિસોર્ટ એન્ડ કસિનોમાં આ ઘટના બની હતી. 15 એકરમાં ફેલાયેલા એક રિસોર્ટ અને કસિનોમાં છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે ત્રણ દિવસનો મ્યૂઝિક ફેસ્ટિવલ યોજાય છે. રવિવારે રૂટ 91 મ્યૂઝિક ફેસ્ટિવલનો અંતિમ દિવસ હતો ત્યારે ફાયરિંગ થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -