ગાંધીજીએ ગુજરાતીમાં લખેલો પત્ર અમેરિકામાં કેટલા લાખમાં વેચાયો? જાણો
નવી દિલ્હી: મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલો તિથિ વગરનો એક પત્ર આશરે 4.5 લાખ રૂપિયામાં વેચાયો હતો. ગાંધીજીએ આ પત્રમાં ચરખાના મહત્વ પર જોર આપ્યું હતું. આ જાણકારી અમેરિકાના આરઆર ઓક્શને આપી છે. ઓક્શન હાઉસના એક નિવેદન પ્રમાણે આ પત્ર ગુજરાતી ભાષામાં લખાયેલો છે અને યશવંત પ્રસાદ નામના વ્યક્તિને સંબોધિત કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વતંત્રતા આંદોલન દરમિયાન ગાંધીજીએ ભારતીયોને એ માટે પ્રોત્સાહિત કર્યા હતા કે તે સ્વતંત્રતા આંદોલનના સમર્થનમાં દરરોજ ખાદીના કાતણમાં વ્યસ્ત રહે. તેમણે બધા ભારતીયોને સ્વદેશી આંદોલન પ્રમાણે બ્રિટન નિર્મિત કાપડના બદલે ખાદી પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
મહાત્મા ગાંધીજીએ પત્રમાં લખ્યું છે કે અમને મિલો પાસે આશા હતી તેવું જ થયું છે. તમે જે કહો છો તે સાચું છે. ચરખા વિશે મહાત્મા ગાંઘીનો ઉલ્લેખ અસાધારણ રૂપથી મહત્વપૂર્ણ છે. કારણ કે તેમણે તેને આર્થિક આઝાદીના પ્રતીક તરીકે અપનાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -