પાકિસ્તાન: 6 વર્ષ બાદ પોતાના ઘરે પહોંચતા રડી પડી મલાલા
મલાલાએ છોકરીઓને શિક્ષા માટે પોતાનું અભિયાન 11 વર્ષીની ઉંમરે શરૂ કર્યું હતું. મલાલાએ તાલિબાના સ્કૂલ ન જવાના ફરમાન છતાં છોકરીઓને શિક્ષણ માટે પ્રેરિત કરવાનું અભિયાન ચાલુ રાખ્યું. આતંકીઓએ ઓક્ટોબર 2012માં સ્કૂલથી પરત ફરતી વખતે મલાલા પર હુમલો કર્યો હતો. મલાલા હાલમાં લંડનમા અભ્યાસ કરી કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાલા હાલમાં બ્રિટેનમા રહે છે અને ત્યાં મલાલ ફંડની સ્થાપના કરી પાકિસ્તાન, નાઈજીરિયા, સીરિયા અને કેન્યાની છોકરીના શિક્ષણ માટે ત્યાં સ્થાનીય સમૂહોની મદદ કરે છે.
મલાલાને છોકરીની શિક્ષાની હિમાયત કરવા માટે 2014માં નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી હતી. તેને ભારતીય સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી સાથે આ આ પુરસ્કાર આપવા આવ્યો હતો. મલાલા માત્ર 17 વર્ષની ઉંમરમાં શાંતિનો નોબલ પુરસ્કાર મેળવનારી સૌથી નાની ઉંમરની વ્યક્તિ છે.
મલાલા હાલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. મલાલાએ એક ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું કે તેનો અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ તે કાયમ માટે પાકિસ્તાન આવતી રહેશે. મલાલાએ પાકિસ્તાન આવતા ખૂશી વ્યક્ત કરી અને છોકરીઓને શિક્ષણ આપવાના મિશન પર જોર આપ્યું હતું. મલાલએ વર્ષ 2012માં પાકિસ્તાનના સ્વાત ઘાટીમાં છોકરીઓની શિક્ષા અધિકાર માટે પ્રચાર કરી રહી હતી ત્યારે તેને એક આતંકીએ ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને તેને સારવાર માટે બ્રિટેન લઈ જવામાં આવી હતી.
નવી દિલ્લી: નોબેલ પુરસ્કારથી સમ્માનિત 20 વર્ષીય મલાલા યુઝૂઝજઈ લગભગ 6 વર્ષ બાદ શનિવારે પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં સ્થિત પોતાના ઘરે પહોંચી હતી. મલાલા લાંબા સમય બાદ ઘરે પહોંચતાજ રડી પડી હતી. 2012માં મલાલાને તાલિબાનના આતંકીઓએ છોકરીઓને શિક્ષાનો અધિકારની હિમાયત કરવાના કારણે માથા પર ગોળી મારી દીધી હતી. તે આ ઘટના બાદ તે પહેલીવાર પાકિસ્તાન આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -