ઘરે એકલો જોતો હતો એડલ્ટ ફિલ્મ, ત્યારે કંઈક કર્યું એવું કે ડોક્ટરો પણ રહી ગયા દંગ
હોસ્પિટલ કર્મચારીઓએ તેની પ્રાથમિક સારવાર કરી અને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરી દીધો. 30 વર્ષીય યુવકને ઘાયલ હાલતમાં જોઈ ડોક્ટરો પણ હરકતમાં આવી ગયા. આ વ્યક્તિનું પ્રાઇવેટ પાર્ટ કપાયેલું હતું અને દર્દથી કણસતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીઓના કહેવા મુજબ પીડિત હોસ્પિટલમાં પણ એક જ વાત દોહરાવતો હતો કે, ‘હું પોર્ન ફિલ્મ જોતો હતો.’ ડોક્ટરોએ કહ્યું કે, ‘હાલ આ વ્યક્તિની હાલત સ્થિર છે અને ધીમે ધીમે સુધારા પર છે. જોકે, તેના શરીર પર ઈજાના નિશાન આજીવન રહી જશે.’ પોલીસે કહ્યું કે, ‘આ વ્યક્તિ સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરવામાં આવે. કારણકે તેણે ખુદ પોતાની જાતને ઘાયલ કરી છે અને કોઈ પર હુમલો નથી કર્યો. તેથી આવા મામલામાં કોઈ કેસ દાખલ કરી શકાતો નથી.’
એલીટ રીડર્સના રિપોર્ટ મુજબ, ‘આ વ્યક્તિ એડલ્ટ ફિલ્મ જોતો હતો. ફિલ્મ જોતી વખતે તે એટલો ઉત્તેજિત થઈ ગયો કે તેનો પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખ્યો. જોતજોતામાં તેના શરીરમાંથી એટલું લોહી વહી ગયું કે તે જમીન પર ઢળી પડ્યો. જે બાદ તેણે ઇમરજન્સી કોલ કર્યો.’
થાઈલેન્ડઃ થાઈલેન્ડમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીંયા એક વ્યક્તિને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઇમરજન્સીનો કોલ મળ્યા બાદ હોસ્પિટલના કર્મચારીઓ જ્યારે તેના ઘરે ત્યારે વ્યક્તિ લોહીથી લથબથ હાલતમાં મળ્યો હતો. આ વ્યક્તિ જમીન પર પડેલો હતો અને શરીર પર એકપણ કપડાં નહોતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -