'શાહી પરિવારમાં સૌથી વધુ સુંદર છે નવી દુલ્હન મેગન મર્કલ', તસવીરોમાં જુઓ બ્યૂટીફૂલ લૂક
મેગનના લગ્ન માટે ખુબ તૈયારીઓ કરવામાં આવી, પમ તેમને જણાવ્યું હતું કે વિન્ડસર કેસલમાં યોજાનારા લગ્નમાં તેના બિમારી પિતા સામેલ નથી થઇ રહ્યાં.
પરંપરા અનુસાર, મહારાણી પોતાના શાહી પરિવારના પુરુષ સભ્યોને તેમના વિવાહના અવસર પર એક ઉપાધી આપે છે. સસેક્સના ડ્યૂકનું પદ હજુ ખાલી હતું અને એવું માનવામાં આવી રહ્યું હતું કે પ્રિન્સ હેરી તેના માટે સ્વાભાવિક પસંદ થશે. પ્રિન્સ હેરી બ્રિટીશ સિંહાસન ક્રમમાં છઠ્ઠા નંબરે છે.
લગ્ન પહેલા મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ બ્રિટેનના શાહી વિવાહની પરંપરા અનુરૂપ પોતાના પૌત્ર હેરી અને તેમની દુલ્હન મેગન માર્કલને સસેક્સને ડ્યૂક અને ડેચસ ઉપાધી આપી છે.
વળી, પ્રિન્સ હેરીની વાત કરીએ તો તે ખુબ હેન્ડસમ છે. પ્રિન્સ બ્રિટનની સેનામાં કામ કરી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આફગાનિસ્તાનમાં પણ ગયો હતો.
મેગન મર્કલનો જન્મ 4 ઓગસ્ટ, 1981ના રોજ લૉસ એન્જેલસમાં થયો, જ્યારે મેગન નાની હતી ત્યારે જ તેના માતા-પિતા ડોરિયા રાગલેન્ડ અને થૉમસ માર્કેલ એકબીજાથી અલગ થઇ ગયા હતા.
મેગન પોતાની ફિલ્મો Get Him to the Greek, Remember Me, Horrible Bossesના માટે ખુબ ફેમસ થઇ હતી.
મેગન ને પહેલીવાર યુએસ ટીવી શૉ સૂટ્સથી લોકપ્રિયતા મળી, જેમાં તેના રૉલને ખુબ પ્રસંશવામાં આવ્યો હતો.
36 વર્ષની મેગનને કેટ મિડલ્ટન કરતાં પણ બ્યૂટીફૂલ બતાવવામાં આવી રહી છે. બ્યૂટી ફાઇના ગૉલ્ડન રેશિઓમાં મેગનને 87.4 ટકા સટીક ગણવામાં આવી હતી.
બ્રિટીશ મીડિયા રિપોર્ટ્સમાં પ્રાચીન ગ્રીક નિયમોના આધાર પર એ દાવો કરવામાં આવ્યો છે કે મેગન રૉયલ ફેમિલીમાં સૌથી સુંદર મહિલા છે. ઉલ્લેખનીય છે કે, મેગન માર્કેલ એક સફળ હૉલીવુડ એક્ટ્રેસ છે.
લગ્નમાં મેગને બોટ નેકનું વ્હાઇટ ગાઉન પહેર્યુ હતું. તેની વેલ 5 મીટર લાંબી હતી, તેના લગ્ન ડ્રેસને બ્રિટીશ ડિઝાઇનર ક્લેયર વેટક કેલરે ડિઝાઇન કર્યો છે. પ્રિન્સ હેરીએ બ્લૂ એન્ડ રૉયલ્સને ફ્રૉડકોટ યૂનિફોર્મ પહેર્યુ હતું.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના પ્રિન્સ હેરી અને અમેરિકન એક્ટ્રેસ મેગન મર્કલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેમના લગ્ન વિન્ડસર મહેલ સ્થિત સેન્ટ જ્યોર્જ ચેપલમાં થઇ. બ્રિટીશ મીડિયાએ પોતાના રિપોર્ટ્સમાં મેગન મર્કલને રૉયલ ફેમિલીની સૌથી બ્યૂટીફૂલ ચહેરો ગણાવ્યો છે. જુઓ પ્રિન્સની દુલ્હનની ખુબસુરત તસવીરો...