આ દેશમાં રહે છે ફક્ત 33 લોકો, રાષ્ટ્રપતિ પણ ફરે છે સુરક્ષા વિના
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દેશનું નામ મોલોસિયા છે. 1977માં કેવિન બોંઘ અને તેના એક મિત્રને અલગ દેશ બનાવવાનો વિચાર આવ્યો હતો. બંન્નેએ મોલોસિયાની સ્થાપના કરી હતી. ત્યારે કેવિન આ દેશનો રાષ્ટ્રપતિ બન્યો હતો. તેણે પોતાને તાનાશાહ જાહેર કરી દીધો છે.
આજે 40 વર્ષો બાદ દેશમાં અનેક લોકો ટુરિસ્ટ ટૂર પર આવે છે. બે કલાકમાં આ ટ્રિપમાં કેવિન જાતે જ ટુરિસ્ટને દેશની ઇમારતો બતાવે છે.
તમને જાણીને આશ્વર્ય થશે કે આ દેશની વસ્તી ફક્ત 33 લોકોની છે. જેમાં ચાર કૂતરાઓ પણ સામેલ છે. અમેરિકાના નેવાડામાં આવેલા આ દેશને પોતાના કાયદાઓ, ટ્રેડિશન અને પોતાની કરન્સી છે.
તેમની પત્ની દેશની પ્રથમ મહિલા ગણાય છે. આ દેશમાં રહેનારા મોટાભાગના નાગરિકો કેવિનના સંબંધીઓ છે. જોકે, આ દેશને અત્યાર સુધીમાં કોઇ દેશની સરકાર દ્ધારા માન્યતા મળી નથી.
કેવિન પોતાના જે મિત્ર સાથે મળીને આ દેશની સ્થાપના કરી હતી તેણે થોડા સમય બાદ અલગ થઇ ગયો હતો. પરંતુ કેવિને પોતાના આ શોખને ચાલુ રાખ્યો હતો.
આ નાના દેશમાં સ્ટોર, લાઇબ્રેરી, સ્મશાનઘાટ સિવાય અનેક સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. અનેક લોકો આ અનોખા દેશમાં પ્રવાસ માટે આવે છે. અંદર આવવા માટે પ્રવાસીઓએ પોતાના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવો પડે છે.
નવી દિલ્હીઃ આપણા દેશમાં એક નાના નેતા પણ ક્યાંક જાય તો તેની સાથે સિક્યોરિટીની સાથે સાથે તેનો કાફલો પણ હોય છે. દુનિયામાં એક એવો દેશ છે જેના રાષ્ટ્રપતિ પણ રસ્તા પર કોઇ પણ પ્રકારની સિક્યોરિટી વિના આઝાદીથી ઘૂમે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -