✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રોહિંગ્યા મુસલમાનો પર ટિપ્પણી કરવાને લઇને મ્યાનમારની આ બ્યૂટી ક્વિનનો છીનવાયો તાજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2017 03:14 PM (IST)
1

2

3

4

ઉલ્લેખનીય છે કે મ્યાનમારની સેના પર રખાઇનમાં રોહિંગ્યાઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવાનો આરોપ લગાવ્યો છે. 25 ઓગસ્ટ બાદથી આ રાજ્યમાંથી લગભગ પાંચ લાખથી વધુ મુસ્લિમો મ્યાનમારની સરહદ પાર કરીને બાંગ્લાદેશ ભાગી ગયા હતા.

5

6

7

રવિવારે બ્યૂટી સ્પર્ધા આયોજીત કરનારી સંસ્થાએ જાહેરાત કરી હતી કે યાન શી દ્ધારા કરારના નિયમો તોડવાને કારણે તેની પાસેથી તાજ છીનવી લેવામાં આવ્યો છે. જોકે, પોતાના નિવેદનમાં સંસ્થાએ રોહિંગ્યા પર પોસ્ટ કરેલા વીડિયોનો ઉલ્લેખ કર્યો નહોતો. ફેસબુક પર પોતાનો બચાવ કરતા યાન શીએ કહ્યું કે, આ આરોપ પાયાવિહોણા છે.

8

આ હિંસા પર વૈશ્વિક નિંદા બાદ મ્યાનમારના અધિકારીઓએ રોહિંગ્યા વિરુદ્ધ થયેલી સૈન્ય કાર્યવાહીને જવાબી કાર્યવાહી ગણી હતી. નોંધનીય છે કે રોહિંગ્યા મુસ્લિમોએ પોલીસ ચોકીઓ પર કરેલા હુમલા બાદ મ્યાનમાર સૈન્યએ કાર્યવાહી હાથ ધરી હતી.

9

મિસ ગ્રાન્ડે છેલ્લા સપ્તાહમાં પોતાના ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં રોહિંગ્યા કટ્ટરપંથીઓ પર એક મીડિયા અભિયાન ચલાવીને વિશ્વને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો કારણ કે સૌ કોઇ તેમને પીડિત સમજે. આ વીડિયોમાં વચ્ચે વચ્ચે લોકોના લોહીથી ખરડાયેલા ચહેરા, બાળકોની નગ્ન તસવીરો નાખવામાં આવી છે.

10

નવી દિલ્હીઃ મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમ ચરમપંથી પર એક વીડિયો પોસ્ટ કરવાને લઇને મ્યાનમારની બ્યૂટી ક્વિન શ્વે યાન શીનો તાજ છીનવાઇ ગયો હતો. શ્વે યાન શી વર્ષ 2016માં મિસ ગ્રાન્ડ મ્યાનમાર બની હતી. શ્વે યાન શીએ વીડિયોમાં રખાઇન રાજ્યમાં થયેલી સાંપ્રદાયિક હિંસા માટે કટ્ટરપંથી રોહિંગ્યા મુસલમાનોને જવાબદાર ઠેરવ્યા હતા.

  • હોમ
  • દુનિયા
  • રોહિંગ્યા મુસલમાનો પર ટિપ્પણી કરવાને લઇને મ્યાનમારની આ બ્યૂટી ક્વિનનો છીનવાયો તાજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.